Hymn No. 7019 | Date: 28-Sep-1997
કોઈ બંસરીના સૂરો વગાડશે, વગાડી તારા હૈયાને ઢંઢોળશે
kōī baṁsarīnā sūrō vagāḍaśē, vagāḍī tārā haiyānē ḍhaṁḍhōlaśē
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1997-09-28
1997-09-28
1997-09-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15008
કોઈ બંસરીના સૂરો વગાડશે, વગાડી તારા હૈયાને ઢંઢોળશે
કોઈ બંસરીના સૂરો વગાડશે, વગાડી તારા હૈયાને ઢંઢોળશે
એના સૂરે સૂરે હૈયું તો નાચશે, કાનાની મુરલી એમાં સંભળાશે
દિલના ઉમંગની ના અવધિ રહેશે, હૈયામાં તો આનંદ રેલાશે
એ જ યમુનાનો ઘાટ, એ જ કદમ વૃક્ષ, તને એ તો બોલાવશે
પગ તારા થનગની ઊઠશે, ગોપી ભાવ, હૈયામાં એ તો જગાડશે
સૂર ને તાલોની મસ્તીની, રંગત એમાં ત્યાં તો જાગશે
એ બંસરી બજવૈયો, ત્રિભુવનનો નાથ, તારા જનમફેરા મિટાવશે
એનું હસતું મલકતું જોઈને મુખડું, સાનભાન બધું ભુલાવશે
રાધા તો રૂમઝૂમ પગલે, ત્યાં તો દોડી દોડી તો આવશે
ચાંદ ને સૂરજ, એ દિવ્ય રાસ જોવા, ત્યાં ને ત્યાં થંભી જાશે
https://www.youtube.com/watch?v=eWELm7-ldEQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ બંસરીના સૂરો વગાડશે, વગાડી તારા હૈયાને ઢંઢોળશે
એના સૂરે સૂરે હૈયું તો નાચશે, કાનાની મુરલી એમાં સંભળાશે
દિલના ઉમંગની ના અવધિ રહેશે, હૈયામાં તો આનંદ રેલાશે
એ જ યમુનાનો ઘાટ, એ જ કદમ વૃક્ષ, તને એ તો બોલાવશે
પગ તારા થનગની ઊઠશે, ગોપી ભાવ, હૈયામાં એ તો જગાડશે
સૂર ને તાલોની મસ્તીની, રંગત એમાં ત્યાં તો જાગશે
એ બંસરી બજવૈયો, ત્રિભુવનનો નાથ, તારા જનમફેરા મિટાવશે
એનું હસતું મલકતું જોઈને મુખડું, સાનભાન બધું ભુલાવશે
રાધા તો રૂમઝૂમ પગલે, ત્યાં તો દોડી દોડી તો આવશે
ચાંદ ને સૂરજ, એ દિવ્ય રાસ જોવા, ત્યાં ને ત્યાં થંભી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī baṁsarīnā sūrō vagāḍaśē, vagāḍī tārā haiyānē ḍhaṁḍhōlaśē
ēnā sūrē sūrē haiyuṁ tō nācaśē, kānānī muralī ēmāṁ saṁbhalāśē
dilanā umaṁganī nā avadhi rahēśē, haiyāmāṁ tō ānaṁda rēlāśē
ē ja yamunānō ghāṭa, ē ja kadama vr̥kṣa, tanē ē tō bōlāvaśē
paga tārā thanaganī ūṭhaśē, gōpī bhāva, haiyāmāṁ ē tō jagāḍaśē
sūra nē tālōnī mastīnī, raṁgata ēmāṁ tyāṁ tō jāgaśē
ē baṁsarī bajavaiyō, tribhuvananō nātha, tārā janamaphērā miṭāvaśē
ēnuṁ hasatuṁ malakatuṁ jōīnē mukhaḍuṁ, sānabhāna badhuṁ bhulāvaśē
rādhā tō rūmajhūma pagalē, tyāṁ tō dōḍī dōḍī tō āvaśē
cāṁda nē sūraja, ē divya rāsa jōvā, tyāṁ nē tyāṁ thaṁbhī jāśē
|