|
View Original |
|
દઈ દીધી પગ નીચેની ધરતી પણ જેણે તો અન્યને
આકાશમાં ઊડયા વિના, એની પાસે બીજું તો શું રહેશે
નાદાનિયત જીવનમાં તો જે આવી ને આવી કરતા રહેશે
જીવનમાં ને જીવનમાં એ તો દુઃખી ને દુઃખી તો થાશે
હશે તનડું પાસે ને સાથે, જીવનમાં કર્મો તો એ કરી શકશે
સોંપી દેશે તનડું તો એ જ્યાં, રોગ દર્દનું એ શું કરી શકશે
સોંપી દીધું તનડું તો જ્યાં ઇચ્છાઓને, ઇચ્છા તણાશે એમ તણાશે
ઇચ્છાઓના હાથમાં નાચ્યા વિના, બીજું એ શું કરી શકશે
ભાવની ધરતી ને ભાવનું આકાશ, પણ એ ભાવથી ભીંજાશે
ભાવ વિનાના જગતમાં, જગમાં તો એનાથી ક્યાંથી ઝિલાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)