|
View Original |
|
રસ્તા બધા બંધ થઈ જાશે જીવનમાં તો જો તારા
જીવનમાં તો તારે, આવી જાશે મૂંઝાવાની રે પાળી
જીવનમાં જો તારા, તારલિયા નિસ્તેજ જાશે જો બની
તારા આંગણામાં પ્રકાશ, ઝાંખા જાશે તો પડી
પ્રકાશ વિનાના એ આંગણિયામાંથી કેમ મારગ જાશે કાઢી
પ્રકાશ વિનાના તારા હૈયાના આંગણિયામાં મારગ જાશે રૂંધાઈ
દેખાશે ના કોઈ મારગ જ્યાં, પડશે દેખાય એની રાહ જોવી
પડશે મારગ કાઢવો તારે, જીવનમાં તો લક્ષ્યને યાદ રાખી
વળશે શું જીવનમાં, મૂંઝાઈ મૂંઝાઈને તો બેસી રહેવાથી
ગોતતા ગોતતા મળી જાશે, મારગ તને તો એમાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)