|
View Original |
|
જાગશે જ્યાં તડપ સાચી મળવાની પ્રભુને તો હૈયામાં
પ્રભુ ત્યારે તો તારાથી કાંઈ બે ડગલાં પણ દૂર નથી
દબાઈ ગઈ તડપ મિલનની જ્યાં ગૂંથાઈ ગયું હૈયું જ્યાં માયામાં - પ્રભુ નજદીક નથી
કૂડકપટની કપટલીલા રચાઈ રચનાઓ એની જ્યાં હૈયામાં - પ્રભુ નજદીક નથી
રહેશે વિશ્વાસથી ભર્યું ભર્યું હૈયું તો જ્યાં જીવનમાં - પ્રભુ દૂર નથી
સુખ શૈયાની શોધમાં, ભુલાઈ ગઈ શોધ પ્રભુની જીવનમાં - પ્રભુ નજદીક નથી
સરળતાથી રહેશે ભર્યાં ભર્યાં શ્વાસો તો જ્યાં જીવનમાં - પ્રભુ દૂર નથી
એકચિત્ત ને એકાગ્રતા કેળવાઈ જ્યાં પ્રભુના ગુણોમાં -પ્રભુ દૂર નથી
હૈયું જ્યાં રાચે અવગુણોમાં ને અવગુણોમાં તો જીવનમાં - પ્રભુ નજદીક નથી
પ્રેમનો પ્રવાહ વહે હરદમ જ્યાં હૈયામાં સહુના કાજે જીવનમાં - પ્રભુ દૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)