1998-06-13
1998-06-13
1998-06-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15396
અજ્ઞાત ખૂણે બેસી જગમાં, જગનું બધું, પ્રભુ તમે તો જાણી ગયા

કઈ નિશાળમાં ભણ્યા તમે, ક્યારે શીખ્યા, નિષ્ણાત એમાં તમે બની ગયા
જાણી જાણી બધું તમે તો જીરવી રહ્યા, અણસાર એના ના આવવા દીધા
સહુના હૈયામાં તો વસી, સુખદુઃખનાં મોજાંની મસ્તી તમે ઝીલી રહ્યા
છે યાદદાસ્તનો ચોપડો મોટો તમારો, યાદ બધું તમે તો રાખી રહ્યા
દીધું જગમાં જગને ઘણું ઘણું તમે, જગને તોય તમે તો દેતા રહ્યા
દેખાયું ના જગમાં હૈયું તો તમારું, જગના ભાવો તોય તમે ઝીલી રહ્યા
હાથ નથી દેખાતા જગમાં તમારા, શિક્ષા તમે તોય કરી રહ્યા
સુખદુઃખના જગના તો સ્વામી તમે, જગમાં સુખદુઃખ તો આપી રહ્યા
તમારી કૃપા વિના ચાલે ના આ જગ, આ જગને તમારી કૃપાથી ચલાવી રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ajñāta khūṇē bēsī jagamāṁ, jaganuṁ badhuṁ, prabhu tamē tō jāṇī gayā
kaī niśālamāṁ bhaṇyā tamē, kyārē śīkhyā, niṣṇāta ēmāṁ tamē banī gayā
jāṇī jāṇī badhuṁ tamē tō jīravī rahyā, aṇasāra ēnā nā āvavā dīdhā
sahunā haiyāmāṁ tō vasī, sukhaduḥkhanāṁ mōjāṁnī mastī tamē jhīlī rahyā
chē yādadāstanō cōpaḍō mōṭō tamārō, yāda badhuṁ tamē tō rākhī rahyā
dīdhuṁ jagamāṁ jaganē ghaṇuṁ ghaṇuṁ tamē, jaganē tōya tamē tō dētā rahyā
dēkhāyuṁ nā jagamāṁ haiyuṁ tō tamāruṁ, jaganā bhāvō tōya tamē jhīlī rahyā
hātha nathī dēkhātā jagamāṁ tamārā, śikṣā tamē tōya karī rahyā
sukhaduḥkhanā jaganā tō svāmī tamē, jagamāṁ sukhaduḥkha tō āpī rahyā
tamārī kr̥pā vinā cālē nā ā jaga, ā jaganē tamārī kr̥pāthī calāvī rahyā
|