Hymn No. 3576 | Date: 16-Dec-1991
કરીએ જીવનમાં બધું અમે રે પ્રભુ, આખર જીત તમારી છે, હાર અમારી છે
karīē jīvanamāṁ badhuṁ amē rē prabhu, ākhara jīta tamārī chē, hāra amārī chē
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1991-12-16
1991-12-16
1991-12-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15565
કરીએ જીવનમાં બધું અમે રે પ્રભુ, આખર જીત તમારી છે, હાર અમારી છે
કરીએ જીવનમાં બધું અમે રે પ્રભુ, આખર જીત તમારી છે, હાર અમારી છે
મળ્યું કે મેળવીએ જીવનમાં રે પ્રભુ, આખર અમારી એ તો ઉધારી છે
પડશે ચૂકવવી એક દિન તો જીવનમાં, લીલા એવી, એ તો તમારી છે
મળ્યું ને મળે સુખદુઃખ તો જીવનમાં, અમને લહાણી, એ તો તમારી છે
મળ્યું તનડું, મન, બુદ્ધિ ભર્યું, તમારી કૃપાની એ તો નિશાની છે
સંજોગો સંજોગો રહે ચકાસતા અમને, કસોટીની એવી, રીત એ તો તમારી છે
સુખદુઃખના વહેણ જાગે હૈયે તો અમારા, હૈયાની સ્થિતી, એથી તો અમારી છે
દંભ ભર્યા છે જીવન તો અમારા, તોયે આવકારતા, હાથ ખુલ્લા તો તમારા છે
દોષ ભર્યા છે જીવન તો અમારા, તોયે કૃપાની દૃષ્ટિ તો તમારી છે
દીધું છે જીવન ભલે, જીવીએ અમે, ભાર વહન કરવાની તૈયારી તમારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karīē jīvanamāṁ badhuṁ amē rē prabhu, ākhara jīta tamārī chē, hāra amārī chē
malyuṁ kē mēlavīē jīvanamāṁ rē prabhu, ākhara amārī ē tō udhārī chē
paḍaśē cūkavavī ēka dina tō jīvanamāṁ, līlā ēvī, ē tō tamārī chē
malyuṁ nē malē sukhaduḥkha tō jīvanamāṁ, amanē lahāṇī, ē tō tamārī chē
malyuṁ tanaḍuṁ, mana, buddhi bharyuṁ, tamārī kr̥pānī ē tō niśānī chē
saṁjōgō saṁjōgō rahē cakāsatā amanē, kasōṭīnī ēvī, rīta ē tō tamārī chē
sukhaduḥkhanā vahēṇa jāgē haiyē tō amārā, haiyānī sthitī, ēthī tō amārī chē
daṁbha bharyā chē jīvana tō amārā, tōyē āvakāratā, hātha khullā tō tamārā chē
dōṣa bharyā chē jīvana tō amārā, tōyē kr̥pānī dr̥ṣṭi tō tamārī chē
dīdhuṁ chē jīvana bhalē, jīvīē amē, bhāra vahana karavānī taiyārī tamārī chē
|