1992-03-02
1992-03-02
1992-03-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15707
દુઃખનો સાગર જ્યાં ઊભરાયો, એક પછી એક, સાથ ને સાથીદારો છૂટતાં ગયા

ઘોર ઘેરા અંધકાર જીવનમાં જ્યાં છવાયા, સાથ પડછાયાના ભી છૂટી ગયા
પાનખર પૂરી બેસી ગઈ, પાંદડા ને પક્ષીઓ સાથ તો છોડી ગયા
દીવડામાં તેલ જ્યાં ખૂટતું ગયું, અજવાળા ભી સાથ છોડતા ગયા
રોગ દર્દના હુમલા જ્યાં થાતાને થાતાં રહ્યા, શક્તિના સાથ છૂટતાં ગયા
દુઃખોના ડુંગરોને ડુંગરોની નીચે, જીવનમાં સુખના સપના છૂંદાઈ ગયા
દુઃખ દર્દ તીવ્રતામાં સ્વાદ સુખના, જીવનમાં તો ભુલાઈ ગયા
ઘોર ઘેરા દુઃખના ઘૂઘવતા સાગરમાં, સુખના કિનારા દૂરને દૂર રહી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દુઃખનો સાગર જ્યાં ઊભરાયો, એક પછી એક, સાથ ને સાથીદારો છૂટતાં ગયા
ઘોર ઘેરા અંધકાર જીવનમાં જ્યાં છવાયા, સાથ પડછાયાના ભી છૂટી ગયા
પાનખર પૂરી બેસી ગઈ, પાંદડા ને પક્ષીઓ સાથ તો છોડી ગયા
દીવડામાં તેલ જ્યાં ખૂટતું ગયું, અજવાળા ભી સાથ છોડતા ગયા
રોગ દર્દના હુમલા જ્યાં થાતાને થાતાં રહ્યા, શક્તિના સાથ છૂટતાં ગયા
દુઃખોના ડુંગરોને ડુંગરોની નીચે, જીવનમાં સુખના સપના છૂંદાઈ ગયા
દુઃખ દર્દ તીવ્રતામાં સ્વાદ સુખના, જીવનમાં તો ભુલાઈ ગયા
ઘોર ઘેરા દુઃખના ઘૂઘવતા સાગરમાં, સુખના કિનારા દૂરને દૂર રહી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhanō sāgara jyāṁ ūbharāyō, ēka pachī ēka, sātha nē sāthīdārō chūṭatāṁ gayā
ghōra ghērā aṁdhakāra jīvanamāṁ jyāṁ chavāyā, sātha paḍachāyānā bhī chūṭī gayā
pānakhara pūrī bēsī gaī, pāṁdaḍā nē pakṣīō sātha tō chōḍī gayā
dīvaḍāmāṁ tēla jyāṁ khūṭatuṁ gayuṁ, ajavālā bhī sātha chōḍatā gayā
rōga dardanā humalā jyāṁ thātānē thātāṁ rahyā, śaktinā sātha chūṭatāṁ gayā
duḥkhōnā ḍuṁgarōnē ḍuṁgarōnī nīcē, jīvanamāṁ sukhanā sapanā chūṁdāī gayā
duḥkha darda tīvratāmāṁ svāda sukhanā, jīvanamāṁ tō bhulāī gayā
ghōra ghērā duḥkhanā ghūghavatā sāgaramāṁ, sukhanā kinārā dūranē dūra rahī gayā
|
|