Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3748 | Date: 17-Mar-1992
જોઈ લીધા, મેં તો જોઈ લીધા, જીવનમાં પ્યારના તમાશા મારા, મેં જોઈ લીધા
Jōī līdhā, mēṁ tō jōī līdhā, jīvanamāṁ pyāranā tamāśā mārā, mēṁ jōī līdhā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3748 | Date: 17-Mar-1992

જોઈ લીધા, મેં તો જોઈ લીધા, જીવનમાં પ્યારના તમાશા મારા, મેં જોઈ લીધા

  No Audio

jōī līdhā, mēṁ tō jōī līdhā, jīvanamāṁ pyāranā tamāśā mārā, mēṁ jōī līdhā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-03-17 1992-03-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15735 જોઈ લીધા, મેં તો જોઈ લીધા, જીવનમાં પ્યારના તમાશા મારા, મેં જોઈ લીધા જોઈ લીધા, મેં તો જોઈ લીધા, જીવનમાં પ્યારના તમાશા મારા, મેં જોઈ લીધા

કહ્યા વિના જીવનમાં એ તો કહી ગયા, જીવનમાં પ્યારના તમાશા મારા જોઈ લીધા

ઘણા યકીન સાથે કહેતો હતો હું તો પ્રભુ, દઈશ ના વસવા હૈયે કોઈને બીજા

ક્યારે છુપાઈ લોભ હૈયે આવી વસ્યો, પડી ના સમજ ક્યારે તમે સરકી ગયા

ગરજી ગરજી કહ્યું તને તો પ્રભુ, લઈ લેજે મારા જીવનમાં તું ઝેરના પારખાં

સમયના તારા ઘાએ બનાવી દીધું મને, પોલી વાંસળીના સૂર એ તો હતા

ભૂલી ના જઈશ જીવનમાં ક્યારેય તને પ્રભુ, જીવનના એ તો અરમાન હતા

માયાએ ભરડો લીધો જીવનમાં એવો, ટુકડા અરમાનના ગોત્યા ના જડયા

ગાવા હતા ગુણગાન જીવનમાં તારા રે પ્રભુ, ભૂલવા હતા જીવનના ગાન બીજા

દુઃખ દર્દની પિપૂડી વાગી જીવનમાં એવી, સૂર ગુણગાનના દબાઈ ગયા

માથે હાથ દઈ બેસી ગયો હું રે પ્રભુ, આંખ સામે તમાશા દેખાડી દીધા

જોઈ લીધાં, મેં તો જોઈ લીધા, જીવનમાં મારા, તમાશા પ્યારના મેં તો જોઈ લીધાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōī līdhā, mēṁ tō jōī līdhā, jīvanamāṁ pyāranā tamāśā mārā, mēṁ jōī līdhā

kahyā vinā jīvanamāṁ ē tō kahī gayā, jīvanamāṁ pyāranā tamāśā mārā jōī līdhā

ghaṇā yakīna sāthē kahētō hatō huṁ tō prabhu, daīśa nā vasavā haiyē kōīnē bījā

kyārē chupāī lōbha haiyē āvī vasyō, paḍī nā samaja kyārē tamē sarakī gayā

garajī garajī kahyuṁ tanē tō prabhu, laī lējē mārā jīvanamāṁ tuṁ jhēranā pārakhāṁ

samayanā tārā ghāē banāvī dīdhuṁ manē, pōlī vāṁsalīnā sūra ē tō hatā

bhūlī nā jaīśa jīvanamāṁ kyārēya tanē prabhu, jīvananā ē tō aramāna hatā

māyāē bharaḍō līdhō jīvanamāṁ ēvō, ṭukaḍā aramānanā gōtyā nā jaḍayā

gāvā hatā guṇagāna jīvanamāṁ tārā rē prabhu, bhūlavā hatā jīvananā gāna bījā

duḥkha dardanī pipūḍī vāgī jīvanamāṁ ēvī, sūra guṇagānanā dabāī gayā

māthē hātha daī bēsī gayō huṁ rē prabhu, āṁkha sāmē tamāśā dēkhāḍī dīdhā

jōī līdhāṁ, mēṁ tō jōī līdhā, jīvanamāṁ mārā, tamāśā pyāranā mēṁ tō jōī līdhāṁ
Scan Image

Gujarati Bhajan no. 3748 by Satguru Devendra Ghia - Kaka
First...374537463747...Last