Hymn No. 3796 | Date: 09-Apr-1992
નડે જીવનમાં જે કાંઈ, કોઈને એ ગમતું નથી, નડે છે જીવનમાં જે, કોઈ એ છોડતું નથી
naḍē jīvanamāṁ jē kāṁī, kōīnē ē gamatuṁ nathī, naḍē chē jīvanamāṁ jē, kōī ē chōḍatuṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-04-09
1992-04-09
1992-04-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15783
નડે જીવનમાં જે કાંઈ, કોઈને એ ગમતું નથી, નડે છે જીવનમાં જે, કોઈ એ છોડતું નથી
નડે જીવનમાં જે કાંઈ, કોઈને એ ગમતું નથી, નડે છે જીવનમાં જે, કોઈ એ છોડતું નથી
છે જીવનની આ તો વિચિત્રતા, જીવન વિચિત્રતા વિના તો રહ્યું નથી
જીવવું છે સહુએ પ્રેમ ને શાંતિથી, વેર ને અશાંતિ વિના રહ્યા નથી
જાણે છે સહુ, મળે જીવનમાં તો મહેનતથી, આળસમાં ડૂબ્યા વિના રહેતા નથી
કોઈના કોઈ તો રહે છે ઉપકાર જીવનમાં, યાદ ઝાઝી એની ટકતી નથી
વરસે વરસાદ જો કમોસમમાં, ભલે જીવનમાં, ફળ એ કાંઈ દઈ શક્તી નથી
પથ્થર પર ચાલવું કોઈને ગમતું નથી, ફૂલના રસ્તા જીવનમાં મળતાં નથી
દર્દ સહન કરવું કોઈને ગમતું નથી, હરેક દર્દની દવા જલદી જડતી નથી
રડવું જીવનમાં કોઈને ગમતું નથી, પ્રસંગો જીવનમાં રડાવ્યા વિના રહેતા નથી
વાસ્તવિક્તા જીવનમાં ના સ્વીકારવાથી, રસ્તા કાંઈ મળી જતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
naḍē jīvanamāṁ jē kāṁī, kōīnē ē gamatuṁ nathī, naḍē chē jīvanamāṁ jē, kōī ē chōḍatuṁ nathī
chē jīvananī ā tō vicitratā, jīvana vicitratā vinā tō rahyuṁ nathī
jīvavuṁ chē sahuē prēma nē śāṁtithī, vēra nē aśāṁti vinā rahyā nathī
jāṇē chē sahu, malē jīvanamāṁ tō mahēnatathī, ālasamāṁ ḍūbyā vinā rahētā nathī
kōīnā kōī tō rahē chē upakāra jīvanamāṁ, yāda jhājhī ēnī ṭakatī nathī
varasē varasāda jō kamōsamamāṁ, bhalē jīvanamāṁ, phala ē kāṁī daī śaktī nathī
paththara para cālavuṁ kōīnē gamatuṁ nathī, phūlanā rastā jīvanamāṁ malatāṁ nathī
darda sahana karavuṁ kōīnē gamatuṁ nathī, harēka dardanī davā jaladī jaḍatī nathī
raḍavuṁ jīvanamāṁ kōīnē gamatuṁ nathī, prasaṁgō jīvanamāṁ raḍāvyā vinā rahētā nathī
vāstaviktā jīvanamāṁ nā svīkāravāthī, rastā kāṁī malī jatā nathī
|