1993-04-23
1993-04-23
1993-04-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=158
બનાવી શકીશ જો તું, બનશે પારકા પણ તારા, બાકી રહી જાશે પરાયા

મન મળ્યા જેની સાથે તો તારા, રહેશે ના એ પરાયા, બનશે એ તારા ને તારા
સુખે દુઃખે ઝણઝણી ઊઠશે તારા હૈયાંના, બની જાશે જ્યાં એ તારા ને તારા
રહેશે ના મનમેળ, પોતાનાની સાથે, લાગશે ત્યારે તો એ પરાયા ને પરાયા
ઝિલાશે ના સ્પંદન સુખ દુઃખના, અન્યના સાચા બની જાશે એ તો પરાયા
બની જાશે જ્યાં પોતાના તો પરાયા, રોકાશે દ્વાર પ્રગતિના ત્યારે તો તારા
પ્રેમના તાંતણા રહેશે બાંધી, ચાલશે ના વાતો ખાલી, રાખજે મજબૂત પ્રેમના તાંતણા
પ્રેમ બાંધી શકે તો જ્યાં પ્રભુને, જગમાં તો છે સહુમાં વાસ તો વ્હાલા પ્રભુના
પારકા પણ બની જાશે જ્યાં પોતાના, બની જાશે ત્યારે સુખદુઃખ તો સહિયારા
અણુ મળે તો અણુ સામે જગમાં, મળે આત્મા સાથે આત્મા, થશે મિલન પરમાત્માના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banāvī śakīśa jō tuṁ, banaśē pārakā paṇa tārā, bākī rahī jāśē parāyā
mana malyā jēnī sāthē tō tārā, rahēśē nā ē parāyā, banaśē ē tārā nē tārā
sukhē duḥkhē jhaṇajhaṇī ūṭhaśē tārā haiyāṁnā, banī jāśē jyāṁ ē tārā nē tārā
rahēśē nā manamēla, pōtānānī sāthē, lāgaśē tyārē tō ē parāyā nē parāyā
jhilāśē nā spaṁdana sukha duḥkhanā, anyanā sācā banī jāśē ē tō parāyā
banī jāśē jyāṁ pōtānā tō parāyā, rōkāśē dvāra pragatinā tyārē tō tārā
prēmanā tāṁtaṇā rahēśē bāṁdhī, cālaśē nā vātō khālī, rākhajē majabūta prēmanā tāṁtaṇā
prēma bāṁdhī śakē tō jyāṁ prabhunē, jagamāṁ tō chē sahumāṁ vāsa tō vhālā prabhunā
pārakā paṇa banī jāśē jyāṁ pōtānā, banī jāśē tyārē sukhaduḥkha tō sahiyārā
aṇu malē tō aṇu sāmē jagamāṁ, malē ātmā sāthē ātmā, thaśē milana paramātmānā
|