|
View Original |
|
સદા નજર સામે લક્ષ્ય રાખી
આગળ-આગળ ચાલતો જા
તોફાનો, મુસીબતોનો સામનો કરી
આગળ ડગલાં ભરતો જા
આફતોથી કદી નવ કંટાળી
સ્થિર પગલે વધતો જા
મંઝિલ દૂર ભલે હોય તારી
નિત્ય અંતર તારું કાપતો જા
જ્ઞાન મળે ત્યાંથી ભેગું કરીને
લક્ષ્ય તરફ પહોંચતો જા
સદા-સદા સર્વમાં સ્નેહ ધરીને
`મા' ની હૂંફ તું પામતો જા
જગમાં, સર્વમાં `મા' નાં દર્શન કરી
પવિત્ર ભાવ હૈયામાં ભરતો જા
નિત્ય શુદ્ધ સ્વરૂપ છે તારું
શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાતો જા
આ દુનિયાના પ્રપંચોને ત્યાગી
જળકમળવત્ રહેતો જા
`મા' નું સદાય ચિંતન કરીને
નિત્ય `મા' મય બનતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)