1992-05-25
1992-05-25
1992-05-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15895
તું દુઃખ નથી, તું દર્દ નથી, છે ન્યારો એનાથી તું તો સદાય

જોડીને તને તો એમાં, રહ્યો છે ભોગવતો જીવનમાં સુખદુઃખ તો સદાય
તું જગત નથી, તું જીવન નથી, રહ્યો છે અકળાતો એમાં તો સદાય
તું તન નથી, તું ધન નથી, રહ્યો છે લેતો સહારો એનો તો સદાય
તું કામ નથી, તું વૃત્તિ નથી, રહ્યો છે બંધાતો એનાથી તો સદાય
તું પ્રેમ નથી, તું વેર નથી, એમાંને એમાં રહ્યો છે બનતો નિઃસહાય
તું તેજ નથી, તું અંધકાર નથી, રહ્યો છે અનુભવતો જીવનમાં એને સદાય
તું બુદ્ધિ નથી, તું ઇંદ્રિયો નથી, રાખી ના શક્યો કાબૂમાં એને જરાય
તું ભાગ્ય નથી, તું ભોક્તા નથી, રહ્યો છે ભોગવતો ભાગ્ય તો સદાય
તું કોણ છે, તું કોણ છે, જાણી લે એને તું, બન મુક્ત તું તો સદાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ duḥkha nathī, tuṁ darda nathī, chē nyārō ēnāthī tuṁ tō sadāya
jōḍīnē tanē tō ēmāṁ, rahyō chē bhōgavatō jīvanamāṁ sukhaduḥkha tō sadāya
tuṁ jagata nathī, tuṁ jīvana nathī, rahyō chē akalātō ēmāṁ tō sadāya
tuṁ tana nathī, tuṁ dhana nathī, rahyō chē lētō sahārō ēnō tō sadāya
tuṁ kāma nathī, tuṁ vr̥tti nathī, rahyō chē baṁdhātō ēnāthī tō sadāya
tuṁ prēma nathī, tuṁ vēra nathī, ēmāṁnē ēmāṁ rahyō chē banatō niḥsahāya
tuṁ tēja nathī, tuṁ aṁdhakāra nathī, rahyō chē anubhavatō jīvanamāṁ ēnē sadāya
tuṁ buddhi nathī, tuṁ iṁdriyō nathī, rākhī nā śakyō kābūmāṁ ēnē jarāya
tuṁ bhāgya nathī, tuṁ bhōktā nathī, rahyō chē bhōgavatō bhāgya tō sadāya
tuṁ kōṇa chē, tuṁ kōṇa chē, jāṇī lē ēnē tuṁ, bana mukta tuṁ tō sadāya
|