|
View Original |
|
તડકો છાંયડો તો છે જીવનના તો અંગ
સ્વીકારીશ જ્યાં તું એકને, પડશે સ્વીકારવું ત્યાં તો બીજું
ભરતી ઓટ તો છે સાગરના તો અંગ - સ્વીકારીશ...
સુખદુઃખ તો છે જીવનના તો અવિભાજ્ય અંગ - સ્વીકારીશ...
પ્રેમ ને ક્રોધ તો છે જીવનના તો અતૂટ અંગ - સ્વીકારીશ...
નરને નારી તો છે સંસારના તો અવિભાજ્ય અંગ - સ્વીકારીશ...
સફળતા, નિષ્ફળતા તો છે યત્નોના તો અતૂટ અંગ - સ્વીકારીશ...
મૈત્રી ને વેર જીવનના વ્યવહારના તો છે અંગ - સ્વીકારીશ...
ગરમીને ઠંડી તો છે જગતના સૃષ્ટિના અતૂટ અંગ - સ્વીકારીશ...
ગતિ જીવનમાં તો છે જગતમાં, છે નિષ્ક્રિયતા અતૂટ અંગ - સ્વીકારીશ...
બંધન પણ છે તો જગમાં, મુક્તિ તો છે એનું અતૂટ અંગ - સ્વીકારીશ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)