Hymn No. 6552 | Date: 12-Jan-1997
પ્રેમની ધારા, વરસતી રહી છે જગમાં, કોઈ પૂરા પ્રેમમાં ભિંજાયા, કોઈ કોરા રહી ગયા
prēmanī dhārā, varasatī rahī chē jagamāṁ, kōī pūrā prēmamāṁ bhiṁjāyā, kōī kōrā rahī gayā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1997-01-12
1997-01-12
1997-01-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16539
પ્રેમની ધારા, વરસતી રહી છે જગમાં, કોઈ પૂરા પ્રેમમાં ભિંજાયા, કોઈ કોરા રહી ગયા
પ્રેમની ધારા, વરસતી રહી છે જગમાં, કોઈ પૂરા પ્રેમમાં ભિંજાયા, કોઈ કોરા રહી ગયા
કોઈ નાહ્યાં એમાં પૂરા પ્રેમથી, કોઈએ એના અમી છાંટણાં ઝીલ્યા - કોઈ...
ઓઢી જેણે સંસાર વ્યવહારની છત્રી, એ એમાં તો ભિંજાયા નથી - કોઈ...
નહાવા, ગોત્યા કે શોધ્યા બહાના જેણે, એ કોરા રહ્યાં વિના રહ્યાં નથી - કોઈ...
દિ દુનિયાના ભૂલ્યાં એમાં જે ભાન, સ્વાર્થ સુખ બાળ્યા વિના રહ્યાં નથી - કોઈ...
પ્રવેશ્યા ના જેમાં કૂડકપટ અભિમાન, નોખા દેખાયા વિના એ રહ્યાં નથી - કોઈ...
નાચ્યા પ્રભુ તો એની સાથે, એના ઇશારે પ્રભુ નાચ્યા વિના રહ્યાં નથી - કોઈ...
પૂરા પ્રેમમાં જે નાહ્યાં, ચડયા સરળતાના સોપાન, એ ચડયા વિના રહ્યાં નથી - કોઈ...
એની આસપાસ વાગે પ્રેમની સહનાઈ, એમાં મસ્ત રહ્યાં વિના એ રહ્યાં નથી - કોઈ...
નાહ્યાં જે પૂરા પ્રેમથી, વહે એના અંગેઅંગમાં, પ્રેમની ધારા વહ્યાં વિના રહી નથી - કોઈ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanī dhārā, varasatī rahī chē jagamāṁ, kōī pūrā prēmamāṁ bhiṁjāyā, kōī kōrā rahī gayā
kōī nāhyāṁ ēmāṁ pūrā prēmathī, kōīē ēnā amī chāṁṭaṇāṁ jhīlyā - kōī...
ōḍhī jēṇē saṁsāra vyavahāranī chatrī, ē ēmāṁ tō bhiṁjāyā nathī - kōī...
nahāvā, gōtyā kē śōdhyā bahānā jēṇē, ē kōrā rahyāṁ vinā rahyāṁ nathī - kōī...
di duniyānā bhūlyāṁ ēmāṁ jē bhāna, svārtha sukha bālyā vinā rahyāṁ nathī - kōī...
pravēśyā nā jēmāṁ kūḍakapaṭa abhimāna, nōkhā dēkhāyā vinā ē rahyāṁ nathī - kōī...
nācyā prabhu tō ēnī sāthē, ēnā iśārē prabhu nācyā vinā rahyāṁ nathī - kōī...
pūrā prēmamāṁ jē nāhyāṁ, caḍayā saralatānā sōpāna, ē caḍayā vinā rahyāṁ nathī - kōī...
ēnī āsapāsa vāgē prēmanī sahanāī, ēmāṁ masta rahyāṁ vinā ē rahyāṁ nathī - kōī...
nāhyāṁ jē pūrā prēmathī, vahē ēnā aṁgēaṁgamāṁ, prēmanī dhārā vahyāṁ vinā rahī nathī - kōī...
|