Hymn No. 6706 | Date: 05-Apr-1997
આજકાલ સમય બાંધીને સહુ ફરે છે, તોયે સમય કોઈના હાથમાં આવતો નથી
ājakāla samaya bāṁdhīnē sahu pharē chē, tōyē samaya kōīnā hāthamāṁ āvatō nathī
સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)
1997-04-05
1997-04-05
1997-04-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16693
આજકાલ સમય બાંધીને સહુ ફરે છે, તોયે સમય કોઈના હાથમાં આવતો નથી
આજકાલ સમય બાંધીને સહુ ફરે છે, તોયે સમય કોઈના હાથમાં આવતો નથી
ચૂક્તા આવ્યા છે સહુ સમય જીવનમાં, મહત્વ સમયનું તો કોઈ સમજતા નથી
વહાવે છે સહુ આંખમાંથી પાણી, જીવનમાં તોયે કાંઈ એ તો પીવાના નથી
તળાવની પાસે રહીને હૈયું રહે છે તરસ્યુંને તરસ્યું, હાલત એની અજાણી નથી
કરતા કરતા સામના, તૂટી પડયા જે જગમાં ગોતતા, કબર એની તો જડતી નથી
વધ્યો તલસાટ જીવનમાં જેનો જ્યાં, એના વિના એ તલસાટ, શમવાનો નથી
કરી કરી ઇશારત આંખની ઘણી, ગઈ એ એળે, સમજવું ચૂક્યા વિના રહ્યાં નથી
કિંમત છે જેને જીવનમાં તો હર પળની, પળ એણે જીવનમાં ગોતવા જવી પડતી નથી
પ્રેમના સાગરમાં રહી, પ્રેમ ભૂખ્યા ને પ્રેમ તરસ્યા રહી ગયા, ભાગ્ય એના ફૂટયા વિના રહ્યાં નથી
જીત્યો સમય તો જેણે જીવનમાં, અધૂરું એનું જીવનમાં તો કાંઈ રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ājakāla samaya bāṁdhīnē sahu pharē chē, tōyē samaya kōīnā hāthamāṁ āvatō nathī
cūktā āvyā chē sahu samaya jīvanamāṁ, mahatva samayanuṁ tō kōī samajatā nathī
vahāvē chē sahu āṁkhamāṁthī pāṇī, jīvanamāṁ tōyē kāṁī ē tō pīvānā nathī
talāvanī pāsē rahīnē haiyuṁ rahē chē tarasyuṁnē tarasyuṁ, hālata ēnī ajāṇī nathī
karatā karatā sāmanā, tūṭī paḍayā jē jagamāṁ gōtatā, kabara ēnī tō jaḍatī nathī
vadhyō talasāṭa jīvanamāṁ jēnō jyāṁ, ēnā vinā ē talasāṭa, śamavānō nathī
karī karī iśārata āṁkhanī ghaṇī, gaī ē ēlē, samajavuṁ cūkyā vinā rahyāṁ nathī
kiṁmata chē jēnē jīvanamāṁ tō hara palanī, pala ēṇē jīvanamāṁ gōtavā javī paḍatī nathī
prēmanā sāgaramāṁ rahī, prēma bhūkhyā nē prēma tarasyā rahī gayā, bhāgya ēnā phūṭayā vinā rahyāṁ nathī
jītyō samaya tō jēṇē jīvanamāṁ, adhūruṁ ēnuṁ jīvanamāṁ tō kāṁī rahētuṁ nathī
|