1985-08-03
1985-08-03
1985-08-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1674
વંટોળ વાઈ રહ્યો છે ઘણો, ઘેરાયેલું છે આકાશ
વંટોળ વાઈ રહ્યો છે ઘણો, ઘેરાયેલું છે આકાશ
દિશા ક્યાંય તો ના દેખાતી, ના દેખાતો ક્યાંય પ્રકાશ
એક દિવસ તો વાદળ હટશે, મળશે તો એ પ્રકાશ
હૈયે ધીરજ રાખી બેઠો, રાખ્યો છે તારામાં વિશ્વાસ
શ્વાસ પણ મુશ્કેલ બન્યા, બન્યા છે ઊના નિઃશ્વાસ
કૃપા તારી એવી કરજે, લઈ શકું હું મુક્તિના શ્વાસ
દેહ પણ જેલ બની છે, ના વેઠાતો આ કારાવાસ
કંઠ સુધી પ્રાણ આવી ગયા, હવે ઉગારી લેજે માત
અસહાય બની બેસી રહ્યો, નથી કોઈ મારું આસપાસ
દર્શન દઈ કૃપા કરજો, કરજો આવી મારા હૈયે વાસ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વંટોળ વાઈ રહ્યો છે ઘણો, ઘેરાયેલું છે આકાશ
દિશા ક્યાંય તો ના દેખાતી, ના દેખાતો ક્યાંય પ્રકાશ
એક દિવસ તો વાદળ હટશે, મળશે તો એ પ્રકાશ
હૈયે ધીરજ રાખી બેઠો, રાખ્યો છે તારામાં વિશ્વાસ
શ્વાસ પણ મુશ્કેલ બન્યા, બન્યા છે ઊના નિઃશ્વાસ
કૃપા તારી એવી કરજે, લઈ શકું હું મુક્તિના શ્વાસ
દેહ પણ જેલ બની છે, ના વેઠાતો આ કારાવાસ
કંઠ સુધી પ્રાણ આવી ગયા, હવે ઉગારી લેજે માત
અસહાય બની બેસી રહ્યો, નથી કોઈ મારું આસપાસ
દર્શન દઈ કૃપા કરજો, કરજો આવી મારા હૈયે વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vaṁṭōla vāī rahyō chē ghaṇō, ghērāyēluṁ chē ākāśa
diśā kyāṁya tō nā dēkhātī, nā dēkhātō kyāṁya prakāśa
ēka divasa tō vādala haṭaśē, malaśē tō ē prakāśa
haiyē dhīraja rākhī bēṭhō, rākhyō chē tārāmāṁ viśvāsa
śvāsa paṇa muśkēla banyā, banyā chē ūnā niḥśvāsa
kr̥pā tārī ēvī karajē, laī śakuṁ huṁ muktinā śvāsa
dēha paṇa jēla banī chē, nā vēṭhātō ā kārāvāsa
kaṁṭha sudhī prāṇa āvī gayā, havē ugārī lējē māta
asahāya banī bēsī rahyō, nathī kōī māruṁ āsapāsa
darśana daī kr̥pā karajō, karajō āvī mārā haiyē vāsa
|
|