1997-06-04
1997-06-04
1997-06-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16795
રંગે રંગ બદલાયા છે દુનિયાના, દુનિયાના રંગે નથી મારે રંગાવું

નથી મારે અપમાન કરવા અન્યના, નથી અપમાન તો સહન કરવું
ચારે દિશાઓમાં ઈર્ષ્યાનો સાગર છે છલકતો, નથી મારે એમાં ડૂબવું
બની છે અસત્ય તો આધારશીલા જીવનની, નથી સત્ય જીવનમાં મારે છોડવું
માનવતાને જાય છે દુનિયા ભૂલતી, નથી જગમાં મારે, માનવતાને વીસરવું
સત્યના ભોગે ચાહે પ્રગતિ સહુ કરવા, અન્યના ભોગે નથી આગળ મારે વધવું
દુઃખી કરવા લગાડે ના વાર જીવનમાં, કરવા નથી દુઃખી, નથી દુઃખી મારે થાવું
સુકાતો જાય છે પ્રેમ તો દૃષ્ટિમાંથી, રોકવી નથી ધારા, પ્રેમની, પ્રેમવિહોણા નથી રહેવું
સ્વાર્થને સ્વાર્થ વિના ભરે ના કોઈ ડગલું, નથી સ્વાર્થમાં મારે તો રંગાવું
સંપ બની ગયો છે જગમાં તો સપનું, જગમાં મારે તો છે સંપમાં જીવવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
raṁgē raṁga badalāyā chē duniyānā, duniyānā raṁgē nathī mārē raṁgāvuṁ
nathī mārē apamāna karavā anyanā, nathī apamāna tō sahana karavuṁ
cārē diśāōmāṁ īrṣyānō sāgara chē chalakatō, nathī mārē ēmāṁ ḍūbavuṁ
banī chē asatya tō ādhāraśīlā jīvananī, nathī satya jīvanamāṁ mārē chōḍavuṁ
mānavatānē jāya chē duniyā bhūlatī, nathī jagamāṁ mārē, mānavatānē vīsaravuṁ
satyanā bhōgē cāhē pragati sahu karavā, anyanā bhōgē nathī āgala mārē vadhavuṁ
duḥkhī karavā lagāḍē nā vāra jīvanamāṁ, karavā nathī duḥkhī, nathī duḥkhī mārē thāvuṁ
sukātō jāya chē prēma tō dr̥ṣṭimāṁthī, rōkavī nathī dhārā, prēmanī, prēmavihōṇā nathī rahēvuṁ
svārthanē svārtha vinā bharē nā kōī ḍagaluṁ, nathī svārthamāṁ mārē tō raṁgāvuṁ
saṁpa banī gayō chē jagamāṁ tō sapanuṁ, jagamāṁ mārē tō chē saṁpamāṁ jīvavuṁ
|