1985-08-15
1985-08-15
1985-08-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1682
ઓ આતમપંખી રે
ઓ આતમપંખી રે
પિંજરે પુરાઈ, પિંજરું તને કેમ મીઠું લાગ્યું
મુક્તિના શ્વાસ ભૂલીને તારા
પિંજરાના બંધિયાર શ્વાસે, તું કેમ નથી રૂંધાયું - પિંજરું ...
હસવું-ખેલવું ભૂલીને તારું
પિંજરાની દોડમાં તું કેમ બંધાયું - પિંજરું ...
મનગમતો ખોરાક મેળવવો ભૂલીને
નાખેલ ખોરાકમાં કેમ તું લલચાયું - પિંજરું ...
ઊડવાનું ભૂલીને આકાશે
પિંજરું હૈયે તેં કેમ લગાવ્યું - પિંજરું ...
ટહુકતું હતું ગાન તારું
મુક્ત તારું એ ગાન કેમ વિસરાયું - પિંજરું ...
ખોટા ટહુકા કરીને
તારું ગાન કેમ બદલાયું - પિંજરું ...
છોડીને ડર હૈયાનો
યત્ન કર, પિંજરું છોડી ઊડવાનો - પિંજરું ...
મજા લઈ લે તું મુક્તિની
સંકલ્પ કર, પિંજરે નહીં પુરાવાનો - પિંજરું ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ō ātamapaṁkhī rē
piṁjarē purāī, piṁjaruṁ tanē kēma mīṭhuṁ lāgyuṁ
muktinā śvāsa bhūlīnē tārā
piṁjarānā baṁdhiyāra śvāsē, tuṁ kēma nathī rūṁdhāyuṁ - piṁjaruṁ ...
hasavuṁ-khēlavuṁ bhūlīnē tāruṁ
piṁjarānī dōḍamāṁ tuṁ kēma baṁdhāyuṁ - piṁjaruṁ ...
managamatō khōrāka mēlavavō bhūlīnē
nākhēla khōrākamāṁ kēma tuṁ lalacāyuṁ - piṁjaruṁ ...
ūḍavānuṁ bhūlīnē ākāśē
piṁjaruṁ haiyē tēṁ kēma lagāvyuṁ - piṁjaruṁ ...
ṭahukatuṁ hatuṁ gāna tāruṁ
mukta tāruṁ ē gāna kēma visarāyuṁ - piṁjaruṁ ...
khōṭā ṭahukā karīnē
tāruṁ gāna kēma badalāyuṁ - piṁjaruṁ ...
chōḍīnē ḍara haiyānō
yatna kara, piṁjaruṁ chōḍī ūḍavānō - piṁjaruṁ ...
majā laī lē tuṁ muktinī
saṁkalpa kara, piṁjarē nahīṁ purāvānō - piṁjaruṁ ...
|
|