1997-08-24
1997-08-24
1997-08-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16934
ચંદ્રના ડાઘ યાદ રહ્યાં છે કોને, ચાંદનીએ નવરાવ્યા છે સહુને

ધરતી પર તાપે તપતા સહુને, આપી શીતળતા ચાંદનીએ તો સહુને
પ્રેમની પાંખ ધરી ચાંદની આવે, પ્રેમની પરબ બની તો ચાંદની વહે
ચાંદની કાંઈ રોજે રોજે ના મળે, જોવરાવે રાહ ચાંદની તો સહુને
સૂર્યનો તાપ અકળાવે તો સહુને, ચાંદની તો દિવસની ગરમી હરે
પ્રેમભર્યું હૈયું તો ચાંદની ખોલે, ચાંદની તો કંઈક હૈયાંને તો જોડે
દિલોદિમાગ પર તો ચાંદની વસે, છે નાતો તો ચાંદનીનો સહુની જોડે
ક્ષણવારની પણ ચાંદની તો ચિત્ત હરે, છે નાતો હૈયાંનો તો સહુની જોડે
પ્રેમનો તો નાતો છે ચાંદની જોડે, ચાંદનીમાં તો સદા પ્રેમ ખીલે
પ્રેમ તો, બધા ડાઘ તો ભૂલે, જોવું પડે પ્રેમને તો ડાઘ ના લાગે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
caṁdranā ḍāgha yāda rahyāṁ chē kōnē, cāṁdanīē navarāvyā chē sahunē
dharatī para tāpē tapatā sahunē, āpī śītalatā cāṁdanīē tō sahunē
prēmanī pāṁkha dharī cāṁdanī āvē, prēmanī paraba banī tō cāṁdanī vahē
cāṁdanī kāṁī rōjē rōjē nā malē, jōvarāvē rāha cāṁdanī tō sahunē
sūryanō tāpa akalāvē tō sahunē, cāṁdanī tō divasanī garamī harē
prēmabharyuṁ haiyuṁ tō cāṁdanī khōlē, cāṁdanī tō kaṁīka haiyāṁnē tō jōḍē
dilōdimāga para tō cāṁdanī vasē, chē nātō tō cāṁdanīnō sahunī jōḍē
kṣaṇavāranī paṇa cāṁdanī tō citta harē, chē nātō haiyāṁnō tō sahunī jōḍē
prēmanō tō nātō chē cāṁdanī jōḍē, cāṁdanīmāṁ tō sadā prēma khīlē
prēma tō, badhā ḍāgha tō bhūlē, jōvuṁ paḍē prēmanē tō ḍāgha nā lāgē
|
|