|
View Original |
|
અવગણના તેં એની શાને કરી (2)
મળ્યો જગમાં માનવ જનમ તો તને - અવગણના...
પ્રેમની જ્યોત જલાવી તો હૈયાંમાં - અવગણના...
હરેક કાર્ય શરૂ કરી, જીવનમાં પુરુષાર્થની - અવગણના...
ઝંખી મુલાકાત જેની, આવ્યા સામે એ મળી - અવગણના...
તરંગોને તરંગોમાં રાચી, વાસ્તવિક્તાની - અવગણના...
ગરીબી છે રંગ જીવનનું, જીવનમાં એને તરછોડી - અવગણના...
આળસમાં ડૂબ્યા રહી, જીવનમાં સમયની - અવગણના...
વધારતો રહ્યો સંબંધો જીવનમાં, સગપણની - અવગણના...
પાપને પાપમાં રાચીને જીવનમાં, પુણ્યની - અવગણના...
શક્તિ બહારની દોટ મૂકી જીવનમાં, થાકની - અવગણના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)