1997-09-18
1997-09-18
1997-09-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16976
અન્યને હરાવી શું રાજી થાય છે, ના જિત એ તો જિત ગણાય છે

બેઠાં છે દુશ્મનો ઘર કરીને તારામાં, હરાવજે એને, જિત એ ગણાય છે
અન્યને બાંધી મોટપ શું મ્હાણે છે, મુક્ત થવું બંધનોથી મોટપ એ ગણાય છે
ખોટા કર્મોથી જો ના તું લજવાય છે, અન્યના શબ્દથી માઠું કેમ લાગી જાય છે
રહ્યો છે તરસ્યોને તરસ્યો ભાવોમાં, ના જળથી તો પ્યાસ એ છિપાય છે
પ્રેમપાત્રમાં ના પ્રેમ ઠાલવ્યો તેં, પ્રેમપાત્ર તો તું બદલતોને બદલતો જાય છે
કહાની ગોતવા શું બેઠો છે, બની જાજે પાત્ર એનું તું, કહાની ત્યાં રચાઈ જાય છે
સુખને શાને શોધે છે તું, જો દુઃખને તું ઊંડેથી સુખના દ્વાર એમાં મળી જાય છે
હરેક ચિંતામાં છે અંદર એવું છુપાયેલું, જે દિલને મનને અંદરથી ખાતું જાય છે
ચાવી મુક્તિની ના છે ક્યાંય બીજે, ચાવી એની તારામાં ને તારામાં છુપાઈ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anyanē harāvī śuṁ rājī thāya chē, nā jita ē tō jita gaṇāya chē
bēṭhāṁ chē duśmanō ghara karīnē tārāmāṁ, harāvajē ēnē, jita ē gaṇāya chē
anyanē bāṁdhī mōṭapa śuṁ mhāṇē chē, mukta thavuṁ baṁdhanōthī mōṭapa ē gaṇāya chē
khōṭā karmōthī jō nā tuṁ lajavāya chē, anyanā śabdathī māṭhuṁ kēma lāgī jāya chē
rahyō chē tarasyōnē tarasyō bhāvōmāṁ, nā jalathī tō pyāsa ē chipāya chē
prēmapātramāṁ nā prēma ṭhālavyō tēṁ, prēmapātra tō tuṁ badalatōnē badalatō jāya chē
kahānī gōtavā śuṁ bēṭhō chē, banī jājē pātra ēnuṁ tuṁ, kahānī tyāṁ racāī jāya chē
sukhanē śānē śōdhē chē tuṁ, jō duḥkhanē tuṁ ūṁḍēthī sukhanā dvāra ēmāṁ malī jāya chē
harēka ciṁtāmāṁ chē aṁdara ēvuṁ chupāyēluṁ, jē dilanē mananē aṁdarathī khātuṁ jāya chē
cāvī muktinī nā chē kyāṁya bījē, cāvī ēnī tārāmāṁ nē tārāmāṁ chupāī chē
|
|