2000-03-11
2000-03-11
2000-03-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17454
રાખજો વૃત્તિઓ ને સ્વભાવ પર કાબૂ, હસતું મુખ જીવનમાં સહુને ગમે છે
રાખજો વૃત્તિઓ ને સ્વભાવ પર કાબૂ, હસતું મુખ જીવનમાં સહુને ગમે છે
જાગે દિલમાં જો કુભાવો, દેજે દિલમાં સમાવી, નડતરરૂપ જીવનમાં એ બને છે
હસતું મુખ ભળી જાશે સહુમાં, રડતું મુખ અંતરમાં એકલવાયું તો રડે છે
હસતા મુખનું સાંનિધ્ય સહુને ગમે છે, પ્રભુ એમાં તો રાજી ને રાજી રહે છે
રડવામાંથી ને રડવામાંથી બહાર ના આવે જે, સુખ પ્રભુનું ના એ ઝીલી શકે છે
હસતા બાળકને સહુ રમાડે, જીવનમાં રડતા બાળકથી સહુ દૂર રહે છે
રડતું મુખ જોશો જો ખુદનું આયનામાં, ખુદને ખુદનું મુખ ના ગમે છે
રડશો દુઃખથી કે રડશો દર્દથી, નજદીક જલદી ના કોઈ એની આવે છે
મલક મલક મલકતું મુખ જીવનમાં, આકર્ષણ એનું એવું એ જમાવે છે
હસતું મુખ છે મોંઘેરી સંપત્તિ જીવનની, ગુમાવવી એને ના પાલવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhajō vr̥ttiō nē svabhāva para kābū, hasatuṁ mukha jīvanamāṁ sahunē gamē chē
jāgē dilamāṁ jō kubhāvō, dējē dilamāṁ samāvī, naḍatararūpa jīvanamāṁ ē banē chē
hasatuṁ mukha bhalī jāśē sahumāṁ, raḍatuṁ mukha aṁtaramāṁ ēkalavāyuṁ tō raḍē chē
hasatā mukhanuṁ sāṁnidhya sahunē gamē chē, prabhu ēmāṁ tō rājī nē rājī rahē chē
raḍavāmāṁthī nē raḍavāmāṁthī bahāra nā āvē jē, sukha prabhunuṁ nā ē jhīlī śakē chē
hasatā bālakanē sahu ramāḍē, jīvanamāṁ raḍatā bālakathī sahu dūra rahē chē
raḍatuṁ mukha jōśō jō khudanuṁ āyanāmāṁ, khudanē khudanuṁ mukha nā gamē chē
raḍaśō duḥkhathī kē raḍaśō dardathī, najadīka jaladī nā kōī ēnī āvē chē
malaka malaka malakatuṁ mukha jīvanamāṁ, ākarṣaṇa ēnuṁ ēvuṁ ē jamāvē chē
hasatuṁ mukha chē mōṁghērī saṁpatti jīvananī, gumāvavī ēnē nā pālavē chē
|
|