Hymn No. 4675 | Date: 30-Apr-1993
હોય જીવનમાં ભલે રે ઘણું, હૈયાંમાં જો શાંતિ નથી, તો જીવનમાં કાંઈ નથી
hōya jīvanamāṁ bhalē rē ghaṇuṁ, haiyāṁmāṁ jō śāṁti nathī, tō jīvanamāṁ kāṁī nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-04-30
1993-04-30
1993-04-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=175
હોય જીવનમાં ભલે રે ઘણું, હૈયાંમાં જો શાંતિ નથી, તો જીવનમાં કાંઈ નથી
હોય જીવનમાં ભલે રે ઘણું, હૈયાંમાં જો શાંતિ નથી, તો જીવનમાં કાંઈ નથી
આળોટતા હોય વૈભવમાં ભલે રે જીવનમાં, કુટુંબમાં જો સંપ નથી, એ વૈભવમાં કાંઈ નથી
દિવસ જેનો કંકાસ વિના ઊગે નહીં કે વિતે નહીં, એવા જીવનમાં ફોરમ તો કાંઈ નથી
રોગો ને રોગોથી ભરેલું રહે જો જીવન, એ જીવનમાં તો ઉત્સાહ રહેતો નથી
જે બુદ્ધિ સાચો નિર્ણય લઈ શક્તી નથી, દગો દીધા વિના એ કાંઈ રહી શક્તી નથી
કપટ વિના જેના હૈયાંમાં તો બીજું કાંઈ નથી, કોઈ સાથી એના બની શક્તા નથી
જેના જીવનમાં સાચી સમજણશક્તિ નથી, પ્રગતિના પથ પર એ રહી શક્તા નથી
જે શ્વાસમાં તો પ્રભુનું નામ નથી, એ શ્વાસની જગમાં તો કોઈ કિંમત નથી
સુખચેનથી જીવનમાં જેણે જીવવું નથી, ફરિયાદ કરવાનો એને તો કોઈ હક્ક નથી
પ્રભુ દેવું હોય તો જીવનમાં બસ આટલું દેજે, તારા દર્શન વિના બીજું કાંઈ જોઈતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya jīvanamāṁ bhalē rē ghaṇuṁ, haiyāṁmāṁ jō śāṁti nathī, tō jīvanamāṁ kāṁī nathī
ālōṭatā hōya vaibhavamāṁ bhalē rē jīvanamāṁ, kuṭuṁbamāṁ jō saṁpa nathī, ē vaibhavamāṁ kāṁī nathī
divasa jēnō kaṁkāsa vinā ūgē nahīṁ kē vitē nahīṁ, ēvā jīvanamāṁ phōrama tō kāṁī nathī
rōgō nē rōgōthī bharēluṁ rahē jō jīvana, ē jīvanamāṁ tō utsāha rahētō nathī
jē buddhi sācō nirṇaya laī śaktī nathī, dagō dīdhā vinā ē kāṁī rahī śaktī nathī
kapaṭa vinā jēnā haiyāṁmāṁ tō bījuṁ kāṁī nathī, kōī sāthī ēnā banī śaktā nathī
jēnā jīvanamāṁ sācī samajaṇaśakti nathī, pragatinā patha para ē rahī śaktā nathī
jē śvāsamāṁ tō prabhunuṁ nāma nathī, ē śvāsanī jagamāṁ tō kōī kiṁmata nathī
sukhacēnathī jīvanamāṁ jēṇē jīvavuṁ nathī, phariyāda karavānō ēnē tō kōī hakka nathī
prabhu dēvuṁ hōya tō jīvanamāṁ basa āṭaluṁ dējē, tārā darśana vinā bījuṁ kāṁī jōītuṁ nathī
|