1998-09-22
1998-09-22
1998-09-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17595
આશ ધરીને બેઠો છું હું મા, જીવનના અંધારપટ મારા ક્યારે ચીરીશ તું

દિશાહીન બનીને રહ્યો છું જીવનમાં તો ફરતો, ક્યારે સાચી દિશા સુઝાડીશ તું
ભમી ભમી જગમાં મોહિત થાતો રહ્યો છું, ક્યારે મોહમાંથી બહાર કાઢીશ તું
ભ્રમિત થઈ ગયો છું તો જગમાં, મારો ભ્રમ ક્યારે એને ભાંગીશ તું
તારા પ્રેમ કાજે તલસે છે હૈયું મારું, તારો પ્રેમપાત્ર ક્યારે મને બનાવીશ તું
રાહે રાહે રાહ ભૂલ્યો છું જીવનમાં, સાચી રાહ મને ક્યારે બતાવીશ તું
સપનાઓ દીધા ઘણા તો જીવનમાં, મારા સપનામાં ક્યારે આવીશ તું
કરી હૈયાંની વાતો મેં તારી પાસે ઘણી, હવે ક્યારે વાતો તારી કરીશ તું
સમજ્યો જીવનમાં ભલે ઘણું સમજ્યો, સાચુ સ્વરૂપ તારું ક્યારે સમજાવીશ તું
નથી અંતર તોયે લાગે છે દૂર તું, હૈયાંમાંથી ક્યારે એ અંતર દૂર કરીશ તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āśa dharīnē bēṭhō chuṁ huṁ mā, jīvananā aṁdhārapaṭa mārā kyārē cīrīśa tuṁ
diśāhīna banīnē rahyō chuṁ jīvanamāṁ tō pharatō, kyārē sācī diśā sujhāḍīśa tuṁ
bhamī bhamī jagamāṁ mōhita thātō rahyō chuṁ, kyārē mōhamāṁthī bahāra kāḍhīśa tuṁ
bhramita thaī gayō chuṁ tō jagamāṁ, mārō bhrama kyārē ēnē bhāṁgīśa tuṁ
tārā prēma kājē talasē chē haiyuṁ māruṁ, tārō prēmapātra kyārē manē banāvīśa tuṁ
rāhē rāhē rāha bhūlyō chuṁ jīvanamāṁ, sācī rāha manē kyārē batāvīśa tuṁ
sapanāō dīdhā ghaṇā tō jīvanamāṁ, mārā sapanāmāṁ kyārē āvīśa tuṁ
karī haiyāṁnī vātō mēṁ tārī pāsē ghaṇī, havē kyārē vātō tārī karīśa tuṁ
samajyō jīvanamāṁ bhalē ghaṇuṁ samajyō, sācu svarūpa tāruṁ kyārē samajāvīśa tuṁ
nathī aṁtara tōyē lāgē chē dūra tuṁ, haiyāṁmāṁthī kyārē ē aṁtara dūra karīśa tuṁ
|
|