1998-09-23
1998-09-23
1998-09-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17597
તારા હાથે, જીવનની હોડી તારી તો ના તું ડુબાડ
તારા હાથે, જીવનની હોડી તારી તો ના તું ડુબાડ
ચલાવી ના શકે જીવનમાં એને, ભર ના એટલો તું ભાર
હરઘડી ને હર પળે, પડે છે કરવા તારે તારા બચાવ
બનીને જીવનનો સાચો તરવૈયો, તારી હોડીને તું તાર
વળાંકે વળાંકે વાળજે એને તું, હોડીને સંભાળીને ચલાવ
પહોંચવું છે તારી મંઝિલે, તારા જીવનનો તો છે એ સાર
પ્રેમ તણા ભરી રાખજે પ્યાલા, પીજે ને પીવરાવ
ચલાવવાની છે હોડી તારે તારી, કરવા સંસારસાગર પાર
પ્રેમ તો છે જીવનનું કૌવત, ના વેડફજે ના એને ગુમાવજે
છે પ્રેમ તો શક્તિશાળી પીણું, છે શક્તિ જગમાં એની અપાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારા હાથે, જીવનની હોડી તારી તો ના તું ડુબાડ
ચલાવી ના શકે જીવનમાં એને, ભર ના એટલો તું ભાર
હરઘડી ને હર પળે, પડે છે કરવા તારે તારા બચાવ
બનીને જીવનનો સાચો તરવૈયો, તારી હોડીને તું તાર
વળાંકે વળાંકે વાળજે એને તું, હોડીને સંભાળીને ચલાવ
પહોંચવું છે તારી મંઝિલે, તારા જીવનનો તો છે એ સાર
પ્રેમ તણા ભરી રાખજે પ્યાલા, પીજે ને પીવરાવ
ચલાવવાની છે હોડી તારે તારી, કરવા સંસારસાગર પાર
પ્રેમ તો છે જીવનનું કૌવત, ના વેડફજે ના એને ગુમાવજે
છે પ્રેમ તો શક્તિશાળી પીણું, છે શક્તિ જગમાં એની અપાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā hāthē, jīvananī hōḍī tārī tō nā tuṁ ḍubāḍa
calāvī nā śakē jīvanamāṁ ēnē, bhara nā ēṭalō tuṁ bhāra
haraghaḍī nē hara palē, paḍē chē karavā tārē tārā bacāva
banīnē jīvananō sācō taravaiyō, tārī hōḍīnē tuṁ tāra
valāṁkē valāṁkē vālajē ēnē tuṁ, hōḍīnē saṁbhālīnē calāva
pahōṁcavuṁ chē tārī maṁjhilē, tārā jīvananō tō chē ē sāra
prēma taṇā bharī rākhajē pyālā, pījē nē pīvarāva
calāvavānī chē hōḍī tārē tārī, karavā saṁsārasāgara pāra
prēma tō chē jīvananuṁ kauvata, nā vēḍaphajē nā ēnē gumāvajē
chē prēma tō śaktiśālī pīṇuṁ, chē śakti jagamāṁ ēnī apāra
|
|