Hymn No. 7645 | Date: 18-Oct-1998
નિત્ય ત્યાં તો તેજ છે, નિત્ય ત્યાં પ્રગટે તો તેજ છે એમાં તો મારો વાસ
nitya tyāṁ tō tēja chē, nitya tyāṁ pragaṭē tō tēja chē ēmāṁ tō mārō vāsa
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1998-10-18
1998-10-18
1998-10-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17632
નિત્ય ત્યાં તો તેજ છે, નિત્ય ત્યાં પ્રગટે તો તેજ છે એમાં તો મારો વાસ
નિત્ય ત્યાં તો તેજ છે, નિત્ય ત્યાં પ્રગટે તો તેજ છે એમાં તો મારો વાસ
વિશાળતાના વારિ નિત્ય વહે છે, છે મારો તો એમાં નિત્ય નિવાસ
છે ત્યાં પરંપરા જુદી, છે ત્યાં ખુદની પરંપરા ને છે એને ખુદનો આધાર
નથી ત્યાં કોઈ પરિવાર બીજો, છે ખુદ પરિવારમાં છે એનો એ પરિવાર
છે ત્યાં ખુદ એકલો, નથી કાંઈ એકલતા, પણ છે ત્યાં એકલાનો પ્રવાસ
છે દુનિયા સમાઈ ત્યાં તો ખુદમાં, છે ત્યાં ખુદને ખુદનો તો સહવાસ
ના ત્યાં કોઈ સ્વર્ગ છે બીજું, જ્યાં સ્વર્ગનો તો કર્તા ગયો ખુદમાં સમાઈ
સુખની ત્યાં કોઈ અવધિ નથી, સુખસાગર તો નિત્ય ત્યાં તો છલકાય
અમાપ પ્રેમ એવો વહે તો ત્યાં, પીતા પીતા પણ ના ખૂટે એ જરાય
એવા તો એ ધામનો નિવાસી છે, જીવનમાં ત્યાં શાને તું અકળાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nitya tyāṁ tō tēja chē, nitya tyāṁ pragaṭē tō tēja chē ēmāṁ tō mārō vāsa
viśālatānā vāri nitya vahē chē, chē mārō tō ēmāṁ nitya nivāsa
chē tyāṁ paraṁparā judī, chē tyāṁ khudanī paraṁparā nē chē ēnē khudanō ādhāra
nathī tyāṁ kōī parivāra bījō, chē khuda parivāramāṁ chē ēnō ē parivāra
chē tyāṁ khuda ēkalō, nathī kāṁī ēkalatā, paṇa chē tyāṁ ēkalānō pravāsa
chē duniyā samāī tyāṁ tō khudamāṁ, chē tyāṁ khudanē khudanō tō sahavāsa
nā tyāṁ kōī svarga chē bījuṁ, jyāṁ svarganō tō kartā gayō khudamāṁ samāī
sukhanī tyāṁ kōī avadhi nathī, sukhasāgara tō nitya tyāṁ tō chalakāya
amāpa prēma ēvō vahē tō tyāṁ, pītā pītā paṇa nā khūṭē ē jarāya
ēvā tō ē dhāmanō nivāsī chē, jīvanamāṁ tyāṁ śānē tuṁ akalāya
|
|