1998-10-18
1998-10-18
1998-10-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17635
કરી લાખ કોશિશો બાંધવા એને, ના એ તો બંધાયું
કરી લાખ કોશિશો બાંધવા એને, ના એ તો બંધાયું
આખર તો એ તો હતું જીવનનું એક સોનેરી સપનું
દઈ ગઈ સોનેરી યાદની ઝલક, ના વાસ્તવિકતામાં બદલાયું
દઈ ગયું એ મીઠો આરામ, વાસ્તવિકતાથી દૂર એ રહ્યું
હતું એ મીઠું મધુર, હતું બાંધવું, ના એ તો બંધાયું
હતું એ એવું સુંદર, આવે અવારનવાર ના એ તો આવ્યું
આવ્યું જ્યારે ગમ્યું હૈયાંને, હૈયું તો એમાં ખૂબ ખેંચાયું
હતું એ દુઃખની ભૂમિકાથી વંચિત, મન એથી લલચાયું
હતી ના બીજી પીંજણ એમાં, હતું જીવનના ગમતા અંગ સમું
કહેવાયું એ મારું સર્જન, મને ને મને તો એ ખેંચતું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરી લાખ કોશિશો બાંધવા એને, ના એ તો બંધાયું
આખર તો એ તો હતું જીવનનું એક સોનેરી સપનું
દઈ ગઈ સોનેરી યાદની ઝલક, ના વાસ્તવિકતામાં બદલાયું
દઈ ગયું એ મીઠો આરામ, વાસ્તવિકતાથી દૂર એ રહ્યું
હતું એ મીઠું મધુર, હતું બાંધવું, ના એ તો બંધાયું
હતું એ એવું સુંદર, આવે અવારનવાર ના એ તો આવ્યું
આવ્યું જ્યારે ગમ્યું હૈયાંને, હૈયું તો એમાં ખૂબ ખેંચાયું
હતું એ દુઃખની ભૂમિકાથી વંચિત, મન એથી લલચાયું
હતી ના બીજી પીંજણ એમાં, હતું જીવનના ગમતા અંગ સમું
કહેવાયું એ મારું સર્જન, મને ને મને તો એ ખેંચતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī lākha kōśiśō bāṁdhavā ēnē, nā ē tō baṁdhāyuṁ
ākhara tō ē tō hatuṁ jīvananuṁ ēka sōnērī sapanuṁ
daī gaī sōnērī yādanī jhalaka, nā vāstavikatāmāṁ badalāyuṁ
daī gayuṁ ē mīṭhō ārāma, vāstavikatāthī dūra ē rahyuṁ
hatuṁ ē mīṭhuṁ madhura, hatuṁ bāṁdhavuṁ, nā ē tō baṁdhāyuṁ
hatuṁ ē ēvuṁ suṁdara, āvē avāranavāra nā ē tō āvyuṁ
āvyuṁ jyārē gamyuṁ haiyāṁnē, haiyuṁ tō ēmāṁ khūba khēṁcāyuṁ
hatuṁ ē duḥkhanī bhūmikāthī vaṁcita, mana ēthī lalacāyuṁ
hatī nā bījī pīṁjaṇa ēmāṁ, hatuṁ jīvananā gamatā aṁga samuṁ
kahēvāyuṁ ē māruṁ sarjana, manē nē manē tō ē khēṁcatuṁ rahyuṁ
|
|