1998-10-22
1998-10-22
1998-10-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17636
માતપિતા બંધુ ભગિનીના પ્રેમમાં ઓટ, જગમાં જો આવશે
માતપિતા બંધુ ભગિનીના પ્રેમમાં ઓટ, જગમાં જો આવશે
તો જગમાં જગનો વ્યવહાર તો કેમ ચાલશે (2)
જગમાં તો પ્રભુના પ્રેમમાં જો ઓટ આવશે, તો જગનુ શું થાશે
કિનારે આવેલી નાવને તોફાન જો નડશે, કિનારે કેમ એ પહોંચશે
જે હૈયાંમાં તો નિત્ય તોફાન ઊઠશે, એ હૈયું તો મુક્ત કેમ થાશે
કોઈ વાતના પાટા આંખે બાંધી જો ચાલશે, સાચું જીવનમાં કેમ દેખાશે
માયામાં ને માયામાં પ્રેમ જાગશે, મુક્તિને દોઢ ગાંવ છેટી એ રાખશે
જીવનમાં સરળતા સાથે વાંધો જો પાડશે, જીવન એનું કેમ સરળ રહેશે
દુઃખદર્દમાં દીવાનો જે બનશે, જીવન તો કેમ એ તો જીવી શકશે
નબળી વાતો, જીવનના શિખરો સર કરવાવાળાના મુખે ના શોભશે
વહેલું મોડું, પ્રભુ પાસે સહુ જાશે, અટવાઈ માયામાં, લખચોરાશી ફેરા ફરશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mātapitā baṁdhu bhaginīnā prēmamāṁ ōṭa, jagamāṁ jō āvaśē
tō jagamāṁ jaganō vyavahāra tō kēma cālaśē (2)
jagamāṁ tō prabhunā prēmamāṁ jō ōṭa āvaśē, tō jaganu śuṁ thāśē
kinārē āvēlī nāvanē tōphāna jō naḍaśē, kinārē kēma ē pahōṁcaśē
jē haiyāṁmāṁ tō nitya tōphāna ūṭhaśē, ē haiyuṁ tō mukta kēma thāśē
kōī vātanā pāṭā āṁkhē bāṁdhī jō cālaśē, sācuṁ jīvanamāṁ kēma dēkhāśē
māyāmāṁ nē māyāmāṁ prēma jāgaśē, muktinē dōḍha gāṁva chēṭī ē rākhaśē
jīvanamāṁ saralatā sāthē vāṁdhō jō pāḍaśē, jīvana ēnuṁ kēma sarala rahēśē
duḥkhadardamāṁ dīvānō jē banaśē, jīvana tō kēma ē tō jīvī śakaśē
nabalī vātō, jīvananā śikharō sara karavāvālānā mukhē nā śōbhaśē
vahēluṁ mōḍuṁ, prabhu pāsē sahu jāśē, aṭavāī māyāmāṁ, lakhacōrāśī phērā pharaśē
|