|
View Original |
|
દિ દુનિયાના દર્પણમાં જોયા મેં જ્યાં મુખડા સહુના
જોઈ ના કોઈ મુખ પર મેં તો ઝળકતી મુક્તિની લાલિમા
હતા મુખ પર સહુના, ચિતરાયેલી હતી, કોઈને કોઈ વેદના
હતા તો સહુ ભલે અંશ પ્રભુના તો તેજસ્વી તેજના
રહ્યાં હતા મથી જીવનભર તો કોઈને કોઈ બંધન તોડવા
અપનાવી કોઈને કોઈ દુર્ગૂણ જીવનમાં ફેલાયી મુખ પર એની કાલિમા
ઊંચકી ઊંચકી ભાર બંધનોના, ચાહે છે જગમાં સહુ મુક્ત થાવા
દેખાઈ ના મુખ પર કોઈ મુક્તિની ઝંખના, હતી કોઈને કોઈ ભાવના
હતા સહુ ઘેરાયેલા, હતી ના મુખ પર તેજસ્વીતા તો કોઈના
હતા દર્દે દર્દે ડૂબેલાં, છવાયેલી હતી મુખ પર તો એની પ્રતિમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)