|
View Original |
|
બાળપણના પાયા ઉપર ચણતર જવાની તો કરવાની
જવાની એ તો જવાની, લેશો ના તકલીફ એને વધુ જોવાની
બાળપણના કુસંગોને જવાની, નથી જલદી તો છોડી શકવાની
જવાની જીવનમાં જો સમજી જવાની, જીવનમાં તકલીફ નથી પડવાની
અનેક ચીજોમાં અનેક રીતે, એમાં એ તો ખેંચાતી જવાની
રહી ના જવાની કાયમ કોઈની, ના કોઈની તો રહેવાની
છવાઈ મસ્તી જવાનીની જીવનમાં, કાંઈનું કાંઈ એ તો કરવાની
બાળપણ ને ઘડપણને જોડનારો સેતુ તો છે તો જવાની
ઉલ્લાસ ને ઉમંગનું પર્વ જીવનનું છે જીવનમાં એ તો જવાની
કરશે શું, ના કરશે શું જીવનમાં, નથી કાંઈ કહી શકવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)