1999-01-20
1999-01-20
1999-01-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17805
વગાડી ધર્મની નોબત હૈયાંમાં, એમાં એને તું જગાડી દેજે

વગાડી પ્રભુ પ્રેમની બંસરી હૈયાંમાં, જીવનને તરબતર એમાં કરજે
સુખદુઃખની રફતાર, ચાહે ના ચાહે, જીવનમાં એ ચાલતી રહેશે
મળે જેજે સુખ તને જીવનમાં, મહેરબાની પ્રભુની એને ગણી લેજે
આવે દુઃખ જેજે જીવનમાં, તારા કર્મોનો હિસાબ એને સમજી લેજે
અજાણ્યા હૈયાં માટે, જો હૈયાંમાં પ્રેમ જાગે, ઋણાનુંબંધ એને સમજી લેજે
પ્રીત કરી જીવનમાં એકવાર જેની સંગે, જીવનમાં એ નિભાવી લેજે
ગણ્યા એકવાર તો જેને પોતાના, સુખદુઃખ એના કાજે વેઠી લેજે
સુખદુઃખમાં સમાન રહી, નિત્ય સ્મરણ પ્રભુનું એમાં કરતો રહેજે
અપમાન ને અભિમાનને ઘોળીને પી જાજે, સાર જીવનનો એને સમજી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vagāḍī dharmanī nōbata haiyāṁmāṁ, ēmāṁ ēnē tuṁ jagāḍī dējē
vagāḍī prabhu prēmanī baṁsarī haiyāṁmāṁ, jīvananē tarabatara ēmāṁ karajē
sukhaduḥkhanī raphatāra, cāhē nā cāhē, jīvanamāṁ ē cālatī rahēśē
malē jējē sukha tanē jīvanamāṁ, mahērabānī prabhunī ēnē gaṇī lējē
āvē duḥkha jējē jīvanamāṁ, tārā karmōnō hisāba ēnē samajī lējē
ajāṇyā haiyāṁ māṭē, jō haiyāṁmāṁ prēma jāgē, r̥ṇānuṁbaṁdha ēnē samajī lējē
prīta karī jīvanamāṁ ēkavāra jēnī saṁgē, jīvanamāṁ ē nibhāvī lējē
gaṇyā ēkavāra tō jēnē pōtānā, sukhaduḥkha ēnā kājē vēṭhī lējē
sukhaduḥkhamāṁ samāna rahī, nitya smaraṇa prabhunuṁ ēmāṁ karatō rahējē
apamāna nē abhimānanē ghōlīnē pī jājē, sāra jīvananō ēnē samajī lējē
|