1999-01-27
1999-01-27
1999-01-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17818
ઇચ્છાઓ ત્યજ્યા વિના તો, જીવનમાં ત્યાગ તો ટકશે નહીં

જાગી જ્યાં અધવચ્ચે ઇચ્છાઓ, ત્યાગને ડાઘ લાગ્યા વિના રહેશે નહીં
સ્વાર્થ ભરેલી હશે દાનત જ્યાં, ત્યાં મહોબત તો જળવાશે નહીં
સંયમ વિના ના ટકશે તપ, લાંછન લાગ્યા વિના રહેશે નહીં
મન રોગી બન્યું જ્યાં જીવનમાં, તન રોગી બન્યા વિના રહેશે નહીં
વિચારોને વિચારોમાં જ્યાં ભર્યા ડગલાં, ભારે લાગ્યા વિના રહેશે નહીં
દિવસ વીતશે નહી ચિંતામાં, ચિંતાભરી રાતો તો ગમશે નહીં
દુઃખમાં લાગશે દિવસો તો લાંબા, સુખમાં ટૂંકા લાગ્યા વિના રહેશે નહીં
સત્યની વાત છે કરવી સહેલી જીવનમાં, અસત્ય આચર્યા વિના તોયે રહેશે નહીં
છટકવા જવાબદારીમાંથી ચાહે જ્યાં, મન હાથવગા બહાના ગોત્યા વિના રહેશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
icchāō tyajyā vinā tō, jīvanamāṁ tyāga tō ṭakaśē nahīṁ
jāgī jyāṁ adhavaccē icchāō, tyāganē ḍāgha lāgyā vinā rahēśē nahīṁ
svārtha bharēlī haśē dānata jyāṁ, tyāṁ mahōbata tō jalavāśē nahīṁ
saṁyama vinā nā ṭakaśē tapa, lāṁchana lāgyā vinā rahēśē nahīṁ
mana rōgī banyuṁ jyāṁ jīvanamāṁ, tana rōgī banyā vinā rahēśē nahīṁ
vicārōnē vicārōmāṁ jyāṁ bharyā ḍagalāṁ, bhārē lāgyā vinā rahēśē nahīṁ
divasa vītaśē nahī ciṁtāmāṁ, ciṁtābharī rātō tō gamaśē nahīṁ
duḥkhamāṁ lāgaśē divasō tō lāṁbā, sukhamāṁ ṭūṁkā lāgyā vinā rahēśē nahīṁ
satyanī vāta chē karavī sahēlī jīvanamāṁ, asatya ācaryā vinā tōyē rahēśē nahīṁ
chaṭakavā javābadārīmāṁthī cāhē jyāṁ, mana hāthavagā bahānā gōtyā vinā rahēśē nahīṁ
|
|