1999-04-06
1999-04-06
1999-04-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17933
ના દીવાનો હતો હું, ના પરવાનો હતો, મારી મનની મસ્તીનો મસ્તાનો હતો હું

ના ઇશ્કે બીમાર હતો હું, ના એમાં બહેકી જનાર હતો, જેવું હતું દિલ એ દિલનો માલિક હતો હું
ના પ્રેમનો ભૂલેલો પ્રવાસી હતો, ના મંઝિલે પહોંચ્યો હતો, એનો રસ્તો શોધવા રાહી હતો હું
ના સ્પષ્ટ વક્તા હતો, ના સ્વપ્નદૃષ્ટા હતો, યત્ન કરતો એવો પુરુષાર્થી હતો હું
ના ઉત્તર મળેલો પ્રશ્ન હતો, ના સુખ પામેલો યથાર્થી હતો, વિશ્વાસે રહેલો વિશ્વાસી હતો હું
ના અપરાધ વિનાનો અપરાધી હતો હું, પરમ પ્રેમનો તો એવો પરમ પ્રવાસી હતો હું
ના સુખનો તો કોઈ સારથી હતો હું, જીવનમાં દુઃખનો પ્રવાસી બન્યો હતો હું
ના મુક્તપણે વિહરતો એવો મુક્ત હતો હું, અનેક બંધનોમાં બંધાયેલ બંધીવાન હતો હું
ના જગનો તો વેરી હતો હું, ના જગનો તો કાંઈ પરમ પ્રેમી બન્યો હતો હું
ના જગમાં સ્થિરતા પામેલો સ્થિર હતો હું, હાલકડોલક થતો એક ઇન્સાન હતો હું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā dīvānō hatō huṁ, nā paravānō hatō, mārī mananī mastīnō mastānō hatō huṁ
nā iśkē bīmāra hatō huṁ, nā ēmāṁ bahēkī janāra hatō, jēvuṁ hatuṁ dila ē dilanō mālika hatō huṁ
nā prēmanō bhūlēlō pravāsī hatō, nā maṁjhilē pahōṁcyō hatō, ēnō rastō śōdhavā rāhī hatō huṁ
nā spaṣṭa vaktā hatō, nā svapnadr̥ṣṭā hatō, yatna karatō ēvō puruṣārthī hatō huṁ
nā uttara malēlō praśna hatō, nā sukha pāmēlō yathārthī hatō, viśvāsē rahēlō viśvāsī hatō huṁ
nā aparādha vinānō aparādhī hatō huṁ, parama prēmanō tō ēvō parama pravāsī hatō huṁ
nā sukhanō tō kōī sārathī hatō huṁ, jīvanamāṁ duḥkhanō pravāsī banyō hatō huṁ
nā muktapaṇē viharatō ēvō mukta hatō huṁ, anēka baṁdhanōmāṁ baṁdhāyēla baṁdhīvāna hatō huṁ
nā jaganō tō vērī hatō huṁ, nā jaganō tō kāṁī parama prēmī banyō hatō huṁ
nā jagamāṁ sthiratā pāmēlō sthira hatō huṁ, hālakaḍōlaka thatō ēka insāna hatō huṁ
|