1999-04-17
1999-04-17
1999-04-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17951
ઘરને ઘર તો રહેવા દેજો, ના એને રણાંગણ બનાવી દેજો
ઘરને ઘર તો રહેવા દેજો, ના એને રણાંગણ બનાવી દેજો
મનને ના વેરાન બનાવી દેજો, મનને તો મંદિર બનાવી દેજો
આવે સુખદુઃખની ભરતી જીવનમાં, જીવનને સમ એમાં રહેવા દેજો
દારિદ્ર જીવનનું કાંઈ દૂષણ નથી, ભાવનું દારિદ્ર ના જાગવા દેજો
લોભલાલચના ના તાબેદાર બનજો, ઉદારતાની સંપત્તિ હૈયે ધરજો
હૈયાંને કોમળ રહેવા દેજો, પ્રેમને હૈયાંમાંથી તો ના તડીપાર કરજો
હસતા મુખે દુઃખ સહન કરજો, ગાઈ ગાઈ એને ના વધારી દેજો
રસ્તો વેરનો તો ના અપનાવજો, હાથ મૈત્રીનો સદા આગળ ધરજો
જગ તો છે સહુનું સહિયારું, સહુની સાથે જગમાં સંપેથી રહેજો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gharanē ghara tō rahēvā dējō, nā ēnē raṇāṁgaṇa banāvī dējō
mananē nā vērāna banāvī dējō, mananē tō maṁdira banāvī dējō
āvē sukhaduḥkhanī bharatī jīvanamāṁ, jīvananē sama ēmāṁ rahēvā dējō
dāridra jīvananuṁ kāṁī dūṣaṇa nathī, bhāvanuṁ dāridra nā jāgavā dējō
lōbhalālacanā nā tābēdāra banajō, udāratānī saṁpatti haiyē dharajō
haiyāṁnē kōmala rahēvā dējō, prēmanē haiyāṁmāṁthī tō nā taḍīpāra karajō
hasatā mukhē duḥkha sahana karajō, gāī gāī ēnē nā vadhārī dējō
rastō vēranō tō nā apanāvajō, hātha maitrīnō sadā āgala dharajō
jaga tō chē sahunuṁ sahiyāruṁ, sahunī sāthē jagamāṁ saṁpēthī rahējō
|
|