|
View Original |
|
વિસંવાદિતા ને જીવનની વિસંવાદિતામાંથી એકતાનો એક સૂર તો ઊઠશે
હૈયામાં અંધકારમાં ને અંધકારમાંથી, પ્રેમનું એક કિરણ તો મળશે
દિલમાં મૂકેલા અનેક દીવડામાંથી પણ એક દીવડો તો પ્રગટશે
સંસાર તાપથી તપતા આ સંસારમાં, એકાદ વાદળીનો છાંયડો મળશે
અનેક દુઃખીઓના જીવનમાંથી પણ એકાદ ખિલખિલાટ હાસ્ય મળશે
અનેક કરુણાભરી આંખોમાંથી પણ, એકાદ આંખમાંથી અમી વરસશે
નિરાશાઓના મહાસાગરમાંથી પણ, આશાનું એકાદ કિરણ મળશે
ધન દોલત સંપત્તિ થાશે ભલે ખાલી, સંપત્તિ હૈયાની ના ખૂટશે
ચિત્રવિચિત્ર માનવીની મુલાકાતમાંથી, એકાદ સાથે મનમેળ તો મળશે
જીવનમાં આ બધું થાશે ત્યારે થાશે, એક વાર તારી મુલાકાત તો થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)