2000-07-13
2000-07-13
2000-07-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18170
વાત વાતમાં અર્થના અનર્થ કરશો, મશ્કરીની મજા મરી જાશે
વાત વાતમાં અર્થના અનર્થ કરશો, મશ્કરીની મજા મરી જાશે
હાસ્યનું રૂપ ખીલ્યું જે હૈયામાં, અકારણ તો એ મૂરઝાઈ જાશે
ભરી ભરી હૈયામાં ભાર ભરી, જીવન એવું જગમાં કેમ જીવાશે
હાસ્યથી હૈયું હળવું થાશે, જીવન હળવાશથી તો એમાં જીવાશે
હૈયું જ્યાં ભારથી મુક્ત બનશે, શક્તિ હૈયાની એમાં તો વધશે
નથી જાણવું કાંઈ કોણ કેટલું જીવશે, ભાર બનીને ના જીવાશે
દુઃખદર્દને સપાટી ઉપર લાવશે, હાલત જીવનની ખરાબ થાશે
હશે જગમાં ગમે તેવું, હાસ્ય જીવનમાં એને હળવું કરશે
હાસ્ય છે સંપત્તિ જીવનમાં, નાહક એને તો ના વેડફાશે
નુકસાન નથી હસવામાં, હળવા બની આનંદ જીવનનો લૂંટાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāta vātamāṁ arthanā anartha karaśō, maśkarīnī majā marī jāśē
hāsyanuṁ rūpa khīlyuṁ jē haiyāmāṁ, akāraṇa tō ē mūrajhāī jāśē
bharī bharī haiyāmāṁ bhāra bharī, jīvana ēvuṁ jagamāṁ kēma jīvāśē
hāsyathī haiyuṁ halavuṁ thāśē, jīvana halavāśathī tō ēmāṁ jīvāśē
haiyuṁ jyāṁ bhārathī mukta banaśē, śakti haiyānī ēmāṁ tō vadhaśē
nathī jāṇavuṁ kāṁī kōṇa kēṭaluṁ jīvaśē, bhāra banīnē nā jīvāśē
duḥkhadardanē sapāṭī upara lāvaśē, hālata jīvananī kharāba thāśē
haśē jagamāṁ gamē tēvuṁ, hāsya jīvanamāṁ ēnē halavuṁ karaśē
hāsya chē saṁpatti jīvanamāṁ, nāhaka ēnē tō nā vēḍaphāśē
nukasāna nathī hasavāmāṁ, halavā banī ānaṁda jīvananō lūṁṭāśē
|