|
View Original |
|
ધરજે હૈયામાં આ વાત, તારી હરેક ચીજ પર તો છે નજર પ્રભુની
તું પ્રભુની નજર બહાર નથી, એની નજરને કમજોર સમજતો નહી
કરીશ ગમે તેટલા કાલા ઘેલા, સમજતો ના પ્રભુ સમજદાર નથી
ભાગી ભાગી ભાગીશ જગના કોઈ ખુણામાં
પગ નથી પણ હજારો પગથી પકડયા વિના એ રહેવાનો નથી
દેવું હશે એણે તો જ્યારે, દેશે દેખાશે ના હાથ તો ત્યાં
હજારો હાથથી દેશે એ તો, દેશે કયા હાથે એ સમજાશે નહીં
કરશે ખોટું કે સાચું, અટકાવવું હશે એણે તો જ્યારે
કયા હાથે ને કેમ અટકાવશે એ સમજાશે નહીં
ક્ષણના ઝબકારામાં સમજાવશે એની એ ક્ષણ સમજાશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)