|
View Original |
|
ભર અજવાળે મારા દિલમાં તો છે અંધારું ને અંધારું
કામ ના લાગશે અજવાળું બહારનું, દઈ ના શકશે પ્રકાશ અંતરને
હટાવી ના શકશે એ અંધારું, દઈ ના શકશે હૈયામાં અજવાળું
ફર્યા કંઈક ગલીઓમાં, ઘૂંમ્યો કંઈક રસ્તાઓમાં, મળ્યું ના અજવાળું
ભર ઉઘાડી આંખે જોવું હતું જીવનને, જીવનના સમજાયું હટયું ના અંધારું
પગ રહ્યા ચાલતા ગોતતા રહ્યા રસ્તા, દેખાયુ બધે અંધારું ને અંધારું
કહેનાર ને સાંભળનાર હતો જ્યા હું ને હું, કોણ કોને કહે ના સમજાયું
કરી કોશિશો ઘણી, મળ્યું ક્ષણ બે ક્ષણનું અજવાળું, હટયું ના અંધારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)