1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18305
આવ્યા છીએ લૂંટાતા ને લૂંટાતા હરપળે તો જીવનમાં
આવ્યા છીએ લૂંટાતા ને લૂંટાતા હરપળે તો જીવનમાં
જાગ્યો કદી ખેદ, મળ્યો કદી આનંદ એનો જીવનમાં
કોઈ નયનોએ લૂંટી લીધા ભાન એવા, બેચેન બનાવ્યા
લૂંટી લીધા કિસ્મતે એવા, સાન ભાનમાં ના રહેવા દીધા
લૂંટતો રહ્યો છે સમય સમય હરઘડી, ચોંકવા નથી દીધા
અંહ લૂંટતો રહ્યો છે ભાન, ભાનમાં નથી રહેવા દીધા
લૂંટી રહી છે માયા સદાએ, સાચા ખોટાના ભાન ભુલાવી દીધા
લોભ લાલચે લૂંટયા જીવનને એવા, જીવનને કોરી ખાધા
ઘડી બે ઘડી આપી સુખ જીવનમાં, અમૂલ્ય સમય લૂંટી ગયા
કરવી ફરિયાદ કોને જ્યાં ખુદ લૂટવામાં સાથ દઈ રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવ્યા છીએ લૂંટાતા ને લૂંટાતા હરપળે તો જીવનમાં
જાગ્યો કદી ખેદ, મળ્યો કદી આનંદ એનો જીવનમાં
કોઈ નયનોએ લૂંટી લીધા ભાન એવા, બેચેન બનાવ્યા
લૂંટી લીધા કિસ્મતે એવા, સાન ભાનમાં ના રહેવા દીધા
લૂંટતો રહ્યો છે સમય સમય હરઘડી, ચોંકવા નથી દીધા
અંહ લૂંટતો રહ્યો છે ભાન, ભાનમાં નથી રહેવા દીધા
લૂંટી રહી છે માયા સદાએ, સાચા ખોટાના ભાન ભુલાવી દીધા
લોભ લાલચે લૂંટયા જીવનને એવા, જીવનને કોરી ખાધા
ઘડી બે ઘડી આપી સુખ જીવનમાં, અમૂલ્ય સમય લૂંટી ગયા
કરવી ફરિયાદ કોને જ્યાં ખુદ લૂટવામાં સાથ દઈ રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā chīē lūṁṭātā nē lūṁṭātā harapalē tō jīvanamāṁ
jāgyō kadī khēda, malyō kadī ānaṁda ēnō jīvanamāṁ
kōī nayanōē lūṁṭī līdhā bhāna ēvā, bēcēna banāvyā
lūṁṭī līdhā kismatē ēvā, sāna bhānamāṁ nā rahēvā dīdhā
lūṁṭatō rahyō chē samaya samaya haraghaḍī, cōṁkavā nathī dīdhā
aṁha lūṁṭatō rahyō chē bhāna, bhānamāṁ nathī rahēvā dīdhā
lūṁṭī rahī chē māyā sadāē, sācā khōṭānā bhāna bhulāvī dīdhā
lōbha lālacē lūṁṭayā jīvananē ēvā, jīvananē kōrī khādhā
ghaḍī bē ghaḍī āpī sukha jīvanamāṁ, amūlya samaya lūṁṭī gayā
karavī phariyāda kōnē jyāṁ khuda lūṭavāmāṁ sātha daī rahyā
|
|