|
View Original |
|
હતી ના સમસ્યા ચૂંથી ચૂંથી, એને સમસ્યા બનાવી દીધી
રસ્તા સાચા છોડી, રાહને મુશ્કેલ એમાં બનાવી દીધી
સમજદારીના સ્વાંગમાં બેસમજદારી કેળવી, સમસ્યા બનીવી દીધી
અહંને ના રાખી કાબૂમાં નાની વાતોને જીવનમાં સમસ્યા બનાવી દીધી
અંતરમાં ના ઊંડે ઊતરી, ભાવોને ના સમજી, સમસ્યા બનાવી દીધી
પ્રેમની અવહેલના કરી, નાની વાતોને જીવનમાં સમસ્યા બનાવી દીધી
તંતોના તંતને અનંત બનાવી સમસ્યાને સમસ્યા બનાવી દીધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)