|
View Original |
|
ક્યાં કાંઈ હાથમાં રહ્યું છે, જેમ આવ્યું એમ એ ગયું છે
ઇચ્છાઓ બની આશા નિરાશાઓની, જનેતા ક્યાં એ પણ રડી છે
સુખદુઃખ આવ્યું જીવનમાં, જેમ આવ્યુ એમ એ ગયું છે
આયુષ્ય મળ્યું જેમ જગમાં, આયુષ્ય જગમાં તો ગયું છે
શ્વાસો મળ્યા જીવનમાં, લીધા જીવનમાં, જીવનમાં એ ગયા છે
સંબંધો બંધાયા ને મળ્યા જગમાં, એ બધું અહીંનું અહીં રહ્યું છે
જ્ઞાન મળ્યું જીવનમાં, જેમ મળ્યું એમ એ તો ગયું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)