1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18374
ચોરના પાપે પખાલીને ડામ, કહેશો શું તમે આને ન્યાય
ચોરના પાપે પખાલીને ડામ, કહેશો શું તમે આને ન્યાય
કરતા રહ્યા છીએ જીવનમાં આમ, મનના વાંકે પડે હૈયાએ ભોગવવું સદાય
ઇચ્છાઓ જગાવે મનડું, પડે હૈયાએ ઘસડાવું, કોઈ નથી એનો ઇલાજ
પાથરે પ્રેમ વિનાના પાથરણા, ચાહે પ્રેમ કરે તો એમાં વસવાટ
દિલની ધડકન બને જ્યાં બેકાબૂ, મનડું એમાં બહાવરું બનતું જાય
જીરવી ના શકે એને આંખડી, એને એ વ્યક્ત કરતું ને કરતું જાય
દુઃખદર્દને બનાવી જીવનમાં તમાશા, જીવન એવું શું જીવ્યું કહેવાય
કાબૂમાં નથી જે જીવન આપણા, એવા જીવનને આપણું કેમ કહેવાય
આધાર વિનાના ગોતવા જીવનમાં આધાર, છે એ તો નિષ્ફળતાની વાત
પામવા સ્થિરતા તો જીવનમાં, સ્થિર આધાર તો જીવનમાં પકડાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cōranā pāpē pakhālīnē ḍāma, kahēśō śuṁ tamē ānē nyāya
karatā rahyā chīē jīvanamāṁ āma, mananā vāṁkē paḍē haiyāē bhōgavavuṁ sadāya
icchāō jagāvē manaḍuṁ, paḍē haiyāē ghasaḍāvuṁ, kōī nathī ēnō ilāja
pātharē prēma vinānā pātharaṇā, cāhē prēma karē tō ēmāṁ vasavāṭa
dilanī dhaḍakana banē jyāṁ bēkābū, manaḍuṁ ēmāṁ bahāvaruṁ banatuṁ jāya
jīravī nā śakē ēnē āṁkhaḍī, ēnē ē vyakta karatuṁ nē karatuṁ jāya
duḥkhadardanē banāvī jīvanamāṁ tamāśā, jīvana ēvuṁ śuṁ jīvyuṁ kahēvāya
kābūmāṁ nathī jē jīvana āpaṇā, ēvā jīvananē āpaṇuṁ kēma kahēvāya
ādhāra vinānā gōtavā jīvanamāṁ ādhāra, chē ē tō niṣphalatānī vāta
pāmavā sthiratā tō jīvanamāṁ, sthira ādhāra tō jīvanamāṁ pakaḍāya
|
|