|
View Original |
|
મોતનો પૈગામ લઈ આવી છે રે જિંદગી
જીવજો જીવન રીતે તમારી, આખર તો દઈશ તમને મુજમાં સમાવી
કરી હશે હરકત ગમે એવી, આખર પડશે પાથરવી મુજ ચરણે પથારી
આવ્યા કેટલા આવશે કેટલા, ગણતરી કદી નથી એની તો માંડી
ના ધર્મના, ના જાતિના ના પાપ પુણ્યના ભેદ શકશે એને અટકાવી
થયા પૂરા કર્મો જનમના, લઈશું સહુને એક સરખા સ્વીકારી
મુંઝવતો રહ્યો છે માનવને મનમાં, નવી મુસાફરીની તૈયારી
મરણ તો છે આ જનમનો વિરામ, જનમોજનમનો પૂર્ણવિરામ નથી
કર આ જીવનમાં એવી તૈયારી, વિરામને પૂર્ણવિરામ દેજે બનાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)