|
View Original |
|
રમત માંડી શબ્દોની શાને બનાવી એને શબ્દોની સાઠમારી
વાગ્યા કંઈક ઘા હૈયે આકારા, નજરે રંગ એમાં શાને બદલ્યા છે
હતું ચાલવું ગોતી કેડી સીધી સાદી, મળ્યા પથ્થરોને કાંકરી
ચડી ધીરજ એમાં કસોટીએ, નજરે રંગ એમાં શાને બદલ્યા છે
માંગ્યા હતા જંગ જાણી, હતી પરિણામોની તો એની ખાતરી
આવ્યું ના પરિણામ ધાર્યુ, નજરે રંગ એમાં શાને બદલ્યા છે
હતી કાયરતા હૈયે ભરી ભરી, રાખી આશા શાને શૂરવીરતાની
પડયા ભરવા પીછેહઠના પગલાં, નજરે રંગ એમાં શાને બદલ્યા છે
દુઃખદર્દના ઘૂંટડા ભરી ભરી પીધા, નીકળવાની મળી ના બારી
ઉજ્જડ હતી હૈયે વિશ્વાસની ક્યારી, નજરે રંગ એમાં શાને બદલ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)