|
View Original |
|
નાસમજમાં ને નાસમજમાં વિતાવીશ ક્યાં સુધી જિંદગી
સમજદારીમાં પ્રવેશવાની જીવનમાં નથી તો કોઈ બંદી
નાસમજ ને નાસમજ સદી ગઈ છે તો શું એટલી
સમજદારીમાં પ્રવેશવાની કરતો નથી કેમ કોઈ તૈયારી
હરેક વાતમાં લીધો આશરો શાને નાસમજદારીનો
સમજદારીને રાખી દૂર શાને તો તેં તારાથી
સાધ્યું શું નાસમજદારીમાંથી દૂર રાખીને સમજદારી
ભૂંસીશ ક્યારે જીવનમાં નાસમજદારીની છાપ જે લાગી
વધવું હશે જીવનમાં જો આગળ, કેળવવી પડશે સમજદારી
સમજદારી ને સમજદારીથી પડશે નીભાવવી જબાવદારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)