|
View Original |
|
કહેશો ના કે વારેઘડીએ શાને કહે છે
મળ્યું હોતે જે માંગ્યું, પડયે ના વારે ઘડીએ કહેવું
જાણે અજાણ્યે હોય થઈ ભૂલો, એના કારણે શું અટક્યું
છીએ ઇચ્છા ભરેલા માનવી, હૈયું છે એમાં ડૂબેલું
પહોંચવું છે પાસે તારી, નડે ઇચ્છા રહે છે એ રોકતું
વધી છે અધીરાઈ હૈયામાં, બન્યું છે હૈયું અધીરૂં
કરે છે તું, કરશે તું બધું કહેવું તને વધારે સારું
નથી અણબનાવ તારે ને મારે, શા માટે ના કહેવું
શું દેવું ને શું ના દેવું છે હાથમાં તારા, પડે છે તો કહેવું
દઈ દીધું હોત જે માંગ્યું પડતે ના વારેઘડીએ કહેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)