|
View Original |
|
ચૂકી જઈશ જીવનમાં જો તું જીવનની રાહ તારી
સરી જાશે તારા હાથમાંથી જીવનની બાજી તારી
પહોંચી શકીશ ના મંઝિલે તારી, ચૂકીશ રાહ તો તારી
મક્કમતાથી ચાલજે જીવનમાં, કરજે ના પકડ એમાં ઢીલી
ભરજે વિશ્વાસે ડગલાં, છે જ્યાં એ રાહ તારી ને તારી
ચાલ્યો નથી રાહે બીજાની, છે જીવન તારું ને રાહ છે તારી
છે તારી રાહની ખુમારી તારી, છે જીવન તારું ને રાહ તારી
તારી મંઝિલ ને અરમાનો તારાં છે, જીવન તારું ને રાહ તારી
હોય ભલે વિકટ રાહ તારી, પડશે ચાલવું છે એ રાહ તારી
મળશે સંતોષ ચાલવામાં, ચાલીશ જ્યાં રાહે તું તારી ને તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)