|
View Original |
|
થઈ એ તો થઈ, નથી થઈ હવે એવી એ નથી રહી
ગમતું અણગમતું ફળ એનું એ તો દેતી ગઈ
સમજમાં કે ના સમજમાં, થઈ એ તો થઈ ગઈ
છૂપી છૂપાવી શકાય હવે, એવી એ તો નથી રહી
જીવનની ભૂલો કે પ્રેમની દિશા એક પંગતમાં બેસી ગઈ
થાતાં એ તો થાતી ગઈ, સમજમાં ના આવ્યું કેમ થાતી ગઈ
કદી સંતોષ કદી અસંતોષ, ઊભી એ તો કરતી ગઈ
કદી દિલના સાથમાં, કદી વિરુદ્ધ એ થાતી ને થાતી ગઈ
રોકવા છતાં ના રોકી શકાય, એ થાતી ને થાતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)