|
View Original |
|
તમારા ને અમારા વચ્ચે વહેંચાઈ ગઈ છે રે દુનિયા
દિલ ભલે તમારું છે, યાદો ભરેલી એમાં અમારી છે
હોય મુસાફરી ભલે લાંબી, થાક નથી લાગવાનો
પ્રેમની નાવડીમાં તો જ્યાં સફર તો અમારી છે
હદ વટાવી નથી કોઈ વાતની, બેહદ શાને ગણ્યા છે
નથી વાંક અમારો, સંકુચિત દૃષ્ટિ જ્યાં તમારી છે
નથી કાંઈ નાદાન અમે, નાદાનમાં ગણતરી શાને કરી
સમજદારીનો છે અભાવ, જવાબદારી એ તમારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)