Hymn No. 9102 | Date: 18-Jan-2002
સંસાર સંબંધો છે સ્વાર્થથી ભરેલા, મળશે પ્રેમ એમાં ક્યાંથી
saṁsāra saṁbaṁdhō chē svārthathī bharēlā, malaśē prēma ēmāṁ kyāṁthī
2002-01-18
2002-01-18
2002-01-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18589
સંસાર સંબંધો છે સ્વાર્થથી ભરેલા, મળશે પ્રેમ એમાં ક્યાંથી
સંસાર સંબંધો છે સ્વાર્થથી ભરેલા, મળશે પ્રેમ એમાં ક્યાંથી
શું પ્યાસ બુઝાશે ઝાંઝવાનાં જળ પીવાથી (2)
વેર ને વેરથી જલતાં હોય હૈયા, પામશો પ્રેમ શું એવાં હૈયામાંથી
દુઃખદર્દથી છે ભરેલાં હૈયા સહુનાં, મળશે શું શુદ્ધ પ્રેમનાં ઝરણાં ત્યાંથી
સ્વાર્થ રહે ટકરાતા જીવનમાં, આશા પ્રેમની શું રાખવી એવાં હૈયામાંથી
પ્રસંગે હૈયા ઊભરાશે પ્રીતથી, વાર ના લાગશે સુકાતા બનાવોથી
નજર છૂપાવે નજર મેળવવાથી, મળશે જીવનમાં સાચો પ્રેમ શું ત્યાંથી
હાથ ઊંચા ના આવે મોટાઈમાંથી, કરશે શું પ્રેમ કોઈના કહેવાથી
ધર્મને બનાવી દીધો મોભાનો વડલો, મળશે પ્રેમ શું ત્યાંથી
હૈયા રહેશો કકળાવતાં, પામશો સાચો પ્રેમ તો શું ત્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁsāra saṁbaṁdhō chē svārthathī bharēlā, malaśē prēma ēmāṁ kyāṁthī
śuṁ pyāsa bujhāśē jhāṁjhavānāṁ jala pīvāthī (2)
vēra nē vērathī jalatāṁ hōya haiyā, pāmaśō prēma śuṁ ēvāṁ haiyāmāṁthī
duḥkhadardathī chē bharēlāṁ haiyā sahunāṁ, malaśē śuṁ śuddha prēmanāṁ jharaṇāṁ tyāṁthī
svārtha rahē ṭakarātā jīvanamāṁ, āśā prēmanī śuṁ rākhavī ēvāṁ haiyāmāṁthī
prasaṁgē haiyā ūbharāśē prītathī, vāra nā lāgaśē sukātā banāvōthī
najara chūpāvē najara mēlavavāthī, malaśē jīvanamāṁ sācō prēma śuṁ tyāṁthī
hātha ūṁcā nā āvē mōṭāīmāṁthī, karaśē śuṁ prēma kōīnā kahēvāthī
dharmanē banāvī dīdhō mōbhānō vaḍalō, malaśē prēma śuṁ tyāṁthī
haiyā rahēśō kakalāvatāṁ, pāmaśō sācō prēma tō śuṁ tyāṁthī
|
|